આમ આદમી પાર્ટી દ્વારા ગોધરા મુકામે “ગામડું બેઠક ટ્રેનિંગ” કાર્યક્રમ યોજાયો

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા ગોધરા મુકામે ગામડું બેઠક ટ્રેનિંગ કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ , દાહોદ , મહીસાગર , અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .
કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ પ્રભારી સંદીપ પાઠક તથા ગુજરાત પ્રદેશ ઝોન સંગઠન મંત્રી જયેશભાઈ સંગાડા ઉપસ્થિત રહ્યા હતા . તેમજ તમામ જિલ્લાઓમાંથી જિલ્લાના પ્રમુખો , પ્રદેશના પદાધિકારીઓ ,તાલુકા અને ફ્રન્ટલ સંગઠનના પદાધિકારીઓ સાથે મોટી સંખ્યામાં ૬૦૦ જેટલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા .
આ પ્રસંગે જયેશ સંગાડાએ ગુજરાતમાં ઈમાનદાર અને પારદર્શક છબીવાળી આમ આદમી પાર્ટીની સરકાર લાવવા માટે સૌને કટિબદ્ધ બનવા માટે જણાવ્યું હતું . પ્રભારી સંદીપ પાઠકે ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓને આગામી ૨૦૨૨ ની ચૂંટણીની રણનીતિ અન્વયે છેક બુથ સુધી જઈને કેવી રીતે કામ કરવાનું છે .
તેની ઝીણવટભરી માહિતી આપી હતી . સમગ્ર કાર્યક્રમનું સંચાલન પંચમહાલ જિ.પ્રમુખ રણજીતસિંહ ચૌહાણ,ઉપપ્રમુખ દયાલ આહુજા તેમજ આમ આદમી પાર્ટી ના આગેવાનો અને કાર્યકરો એ કર્યું હતું.કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતાં .