ધંધો સારો ન ચાલ્યો તો ભાઈએ જ છરી મારી દીધી
અમદાવાદ, અનેક એવી ઘટનાઓ ફિલ્મોમાં જાેઈ હશે જેમાં એક જ પરિવારના બે લોકો વચ્ચે બિઝનેસની હરીફાઈ હોય અને કોઈ એકનો બિઝનેસ ન ચાલે તેમાં માથાકૂટ થતી હોય છે. આવી જ એક ઘટના અમદાવાદ શહેરમાં બનવા પામી છે.
એક જ પરિવારના બે લોકો બાજુ બાજુમાં મટનની દુકાન ધરાવે છે. જેમાં એક ભાઈનો બિઝનેસ સારો ચાલતો હતો જ્યારે બીજાનો બિઝનેસ ઠપ હોવાથી તે અવાર નવાર બબાલ કરતો હતો. પણ આ જ વાતમાં પિતરાઈ ભાઈએ બબાલ કરી ભાઈને જ છરી મારી હત્યાની કોશિશ કરી દેતા સમગ્ર મામલે સરદાર નગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરના કુબેરનગરમાં રહેતા ૪૯ વર્ષીય ધરમદાસ દેવનાણી તેમના પરિવાર સાથે રહે છે અને કુબેરનગર મટન માર્કેટમાં દુકાન ધરાવી મટનનો વેપાર કરે છે. તેમની બાજુમાં તેમના સગા ભાઇના દીકરા કમલની પણ મટનની દુકાન આવેલી છે.
જાેકે ધરમદાસનો બિઝનેસ સારો થાય છે અને કમલ ભાઈનો ધંધો વેપાર થતો ન હોવાથી વારંવાર બોલાચાલી કરતો હતો. ધરમદાસની દુકાન ઉપર તેમના નોકર પરિવાર સાથે રહે છે. ગઈકાલે રાત્રે ધરમદાસ તથા તેમનો દીકરો ગિરીશ તેમની બહેન, અને ઘરના બધા લોકો જમી રહ્યા હતા.
એ દરમિયાન તેમના નોકર મહેશનો ફોન આવ્યો હતો કે, કમલભાઈ તેમની દુકાન આગળ આવી તોડફોડ કરે છે, તુરંત ધરમદાસ અને તેમનો દીકરો એક્ટીવા પર બેસી દુકાને જતા હતા, ત્યારે કમલભાઈ ધરમદાસને તથા તેમના પુત્રને જેમ ફાવે તેમ બોલવા લાગ્યા હતા.
જેથી ધરમદાસે ગાળો બોલવાની ના પાડતાં કમલભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમના દીકરાને જાનથી મારી નાખવાના ઇરાદે એક ઘા છરીનો છાતીના વચ્ચેના ભાગે મારી દીધો હતો અને ધરમદાસને પણ મૂઢ માર માર્યો હતો. તેઓના દિકરા ગિરીશને જાેતા તેની છાતીના ભાગેથી લોહી નીકળતું હતું.
જેથી આસપાસના લોકો ભેગા થયા હતા તેને વાહન ઉપર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેને આઈ.સી.યુ વોર્ડમાં દાખલ કરી તેની સારવાર શરૂ કરાઇ હતી. આ અંગે સરદારનગર પોલીસને જાણ થતાં ગિરીશને તેના પિતરાઈ ભાઈ કમલએ ધંધાની હરિફાઇમાં છરી મારી દેતા સમગ્ર બાબતને લઈને સરદાનગર પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.SSS