Western Times News

Gujarati News

શ્રીલંકન સરકારનો મોટો નિર્ણયઃ વિરોધીઓને સીધા ગોળી મારવાના આદેશ

કોલંબો, શ્રીલંકામાં આર્થિક સંકટ પછી સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. હવે વિરોધીઓને સીધા ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યા છે. રક્ષા મંત્રાલયે દેશની ત્રણેય સેનાઓ માટે જારી કરેલા આદેશમાં કહ્યું છે કે જાે કોઈ સાર્વજનિક સંપત્તિને લૂંટે છે અથવા હિંસક પ્રદર્શન કરે છે તો તેને ગોળી મારી દેવી જાેઈએ.

સેના તરફથી આ આદેશ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના નિવેદન બાદ આવ્યો છે જેમાં તેમણે લોકોને હિંસા ન કરવા અપીલ કરી હતી. સોમવાર સુધીમાં ભૂતપૂર્વ વડા પ્રધાન મહિન્દા રાજપક્ષે અને સરકાર વિરોધી વિરોધીઓ વચ્ચેની હિંસક અથડામણમાં ૮ લોકોએ જીવ ગુમાવ્યો છે. સોમવારે જ મહિન્દા રાજપક્ષેએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું, જે બાદ તેમનું ઘર સળગાવી દેવામાં આવ્યું હતું.

સરકારના સમર્થકો અને વિરોધીઓ વચ્ચેની હિંસાને કારણે રાજધાની કોલંબોમાં સેનાની તૈનાતી અને દેશવ્યાપી કર્ફ્‌યુની ફરજ પડી હતી. શાસક નેતાઓ અને તેમના વફાદાર દેશ છોડીને ભાગી ન જાય તે માટે વિરોધીઓએ કટુનાયકે એરપોર્ટ તરફ જતા રસ્તા પર ચોકીઓ બનાવી છે.

આ દરમિયાન મહિન્દા રાજપક્ષે તેમની પત્ની અને પરિવાર સાથે હિંસા બાદ તેમનું સત્તાવાર નિવાસસ્થાન ટેમ્પલ ટ્રીઝ છોડી દીધું અને શ્રીલંકાના ઉત્તરપૂર્વ કિનારે આવેલા બંદર શહેર ત્રિંકોમાલીમાં નૌકાદળના થાણા પર આશ્રય લીધો.

શ્રીલંકામાં પ્રદર્શનકારીઓ છેલ્લા ત્રણ મહિનાથી સરકારને હટાવવાની માંગ કરી રહ્યા છે. વિરોધીઓનો આરોપ છે કે રાજપક્ષે સરકાર ભ્રષ્ટ છે અને શ્રીલંકામાં મોંઘવારી, બેરોજગારી અને ભૂખમરા માટે રાજપક્ષે બ્રધર્સની ખોટી નીતિઓ જવાબદાર છે.

આ સમયે શ્રીલંકામાં કર્ફ્‌યુ છે પરંતુ પ્રદર્શનકારીઓ તેમની માંગને વળગી રહ્યા છે. વડા પ્રધાનના રાજીનામા પછી તેઓ માંગ કરે છે કે રાજપક્ષે પછી તેમના ભાઈ ગોટાબાયા રાજપક્ષેએ પણ રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપવું જાેઈએ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.