Western Times News

Gujarati News

અમદાવાદ મંડળ રેલવે ગ્રાહક સલાહકાર સમિતિ (DRUCC) ની પ્રથમ બેઠકનું આયોજન

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર વર્ષ 2022-23 માટે રચાયેલી મંડળ રેલવે ગ્રાહક સલાહકાર સમિતિની બેઠકનું આયોજન વિભાગીય કચેરીના કોન્ફરન્સ હોલમાં કરવામાં આવ્યું હતું. બેઠકની શરૂઆતમાં સમિતિના સેક્રેટરી અને વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી રવીન્દ્ર શ્રીવાસ્તવે બેઠકમાં ઉપસ્થિત તમામ સભ્યોને આવકાર્યા હતા

આ બેઠકમાં ઉપસ્થિત સભ્યોએ પોતપોતાના વિસ્તારોને લગતી મુસાફરોની સુવિધા વધારવા, રેલવેને લગતી સમસ્યાઓનું નિરાકરણ લાવવા અને તેમની વ્યાજબી માંગણીઓ અંગે હકારાત્મક ચર્ચા કરી હતી.

સમિતિના અધ્યક્ષ અને મંડળ રેલ પ્રબંધક શ્રી તરુણ જૈને તેમને અમદાવાદ મંડળની પ્રવૃત્તિઓ વિશે માહિતગાર કર્યા હતા. તેમણે માનનીય સભ્યોને ખાતરી આપી હતી કે મુસાફરોની સુવિધાઓનો વિકાસ એ અમદાવાદ મંડળની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

અને આગામી સમયમાં આ સુવિધાઓ મંડળમાં  જોવા મળશે.તેમની વ્યાજબી માંગણીઓનું ટૂંક સમયમાં બોર્ડ દ્વારા નિરાકરણ કરવામાં આવશે.અમદાવાદ મંડળમાં ગયા વર્ષે અત્યાર સુધીમાં સૌથી વધુ નૂર લોડિંગ થયું છે અને આ સમય દરમિયાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડબલિંગ ઈલેક્ટ્રિફિકેશન અને ડીએફસી  જેવા કામોએ પણ વેગ પકડ્યો.

તેમણે આશા વ્યક્ત કરી કે આ કામો પૂર્ણ થયા બાદ અમે અમારા આદરણીય મુસાફરો અને માલવાહક ગ્રાહકોને વધુ સુવિધાઓ પૂરી પાડી શકીશું.

આ બેઠકમાં ઉપસ્થિત માનનીય સભ્યોએ તેમના વિસ્તારને લગતી મુસાફરોની સુવિધાઓ વધારવા માટે હાલમાં પ્રગતિ કરી રહેલા પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવા માટે તથા તેમના વિસ્તારના પ્રશ્નો વહેલી તકે ઉકેલવા ચર્ચા કરી હતી. ડીઆરએમ શ્રી જૈને તેમની વ્યાજબી માંગણીઓ પર ઝડપથી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી

આ આયોજિત બેઠકમાં તમામ શ્રી.રાકેશ કુમાર જૈન, મુકેશ શર્મા, પારસમલ નહટા, હિંગોરભાઈ રબારી, હિતેન્દ્ર વસંત, દિનેશ કુમાર પટેલ, પ્રબોધ મુનવર, મનીષસિંહ ઠાકુર, રમેશભાઈ સુરતી, કાંતિભાઈ પરમાર, રાજીવ અગ્રવાલ, શિવરામભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ પટેલ, જયંતિલાલ પરમાર, મુકેશ કુમાર ઠાકોર અને જગદીશ  ગીરી ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સભ્યોમાંથી શ્રી હિતેન્દ્ર વસંતને ક્ષેત્રીય ગ્રાહક સલાહકાર સમિતિ (ZRUCC) માટે પસંદ કરવામાં આવ્યા હતા.

બેઠકના અંતે મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અસલમ શેખે બેઠકમાં હાજરી આપવા અને અમૂલ્ય સૂચનો આપવા બદલ સૌનો આભાર માન્યો હતો. આ પ્રસંગે મંડળના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.