કેરલની કોર્ટ હેવાન પિતાને કોર્ટે ફટકારી ૧૦૬ વર્ષની સખ્ત કેદ
કોચ્ચી, કેરળની એક સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા એક કેસમાં પોક્સોની જુદી જુદી કલમો હેઠળ એક અપરાધીને ૧૦૬ વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત જુદા જુદા પાંચ અપરાધોમાં આ વ્યક્તિને કોર્ટે ૧૭ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
આશ્ચર્યની વાત એ છે કે આ કેસમાં અપરાધી અન્ય કોઇ નહીં પણ પીડિત સગિરાનો પિતા જ છે. આરોપ છે કે પિતા પોતાની જ ૧૨ વર્ષ નાની બાળકી પર ૨૦૧૫થી વારંવાર બળાત્કાર કરતો હતો, જેને પગલે આ બાળકી ગર્ભવતી પણ બની ગઇ હતી.
કેરળના નેયાત્તિનકારાની પોક્સો ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટના જજ ઉદયકુમારે અપરાધી પિતાને અલગ અલગ અપરાધોમાં ૨૫-૨૫ વર્ષની કેદની સજા આપી હતી. એક વખત ૨૫ વર્ષની સજા પુરી થઇ ગયા બાદ પછીના અપરાધમાં બીજા ૨૫ વર્ષ જેલમાં કાઢવાના તેવી કોર્ટે સ્પષ્ટતા કરી હતી. કુલ મળીને ૧૦૬ વર્ષની સજા આ નરાધમ બાપને આપવામાં આવી છે.
મળતા અહેવાલ પ્રમાણે નરાધમ પિતા વારંવાર સગીરા પર દુષ્કર્મ આચરતો હતો, જાેકે ૨૦૧૭માં જ્યારે તે ગર્ભવતી બની ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો હતો. શરૂઆતમાં આ બાળકીએ અપરાધી પિતા હોવાનું ન કહ્યું, જાેકે બાદમાં તેનું કાઉન્સેલિંગ કરાયું ત્યારે જે વાતો બહાર આવી તે અત્યંત ચોંકાવરાની હતી.HS