શિયાળ બેટમાં મહિલાની મધદરિયે પ્રસૂતી કરાઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/05/Rajkot-1.jpg)
રાજકોટ, મહિલાને અચાનક પ્રસવ પીડા ઉપડેને હોસ્પિટલ ના પહોંચી શકે ત્યારે બાળકનો જન્મ રસ્તામાં જ થઈ ગયો હોય તેવા ઘણાં કિસ્સા સામે આવ્યા છે. આવો જ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં મહિલાએ મધદરિયે બાળકને જન્મ આપ્યો છે.
મંગળવારે અમરેલી જિલ્લાના શિયાળ બેટ (અરબી સમુદ્રની વચ્ચે આવેલો ટાપુ)ની મહિલાએ મધદરિયે અને હાઈ-ટાઈડની વચ્ચે બાળકને જન્મ આપ્યો.
બોટમાં બેસીને સમુદ્ર પાર કરી રહેલી આ મહિલા માટે આ જ વાહન તેનો લેબર રૂમ અને તેના બાળકની પહેલી નર્સરી બની ગઈ. ૧૦૮ એમ્બ્યુલન્સ સર્વિસનો પેરામેડિકલ સ્ટાફ આ ગર્ભવતી મહિલાને રાજુલાની હોસ્પિટલમાં લઈ જઈ રહ્યો હતો. દરમિયાન બાળક બહાર આવી જતાં તેમણે સાવધાનીપૂર્વક ડિલિવરી કરાવી હતી.
૧૦૮ એમ્બ્યુલન્સના સ્ટાફના જણાવ્યા અનુસાર, તેમને ફોન આવ્યો કે રાજુલાના પોર્ટ પીપાવાવ પાસે આવેલા ટાપુમાં રહેતા ગીતા બધેલીયા નામનાં મહિલાને પ્રસૂતિ પીડા ઉપડી છે. પેરામેડિકલ સ્ટાફ અન્ય બોટમાં જઈ રહ્યો હતો અને ગામવાસીઓ મહિલાને લઈને બીજી બોટમાં હતા. પરંતુ મહિલાની જાેખમકારક સ્થિતિ જાેતાં તેણે મધદરિયે જ પેરામેડિક સ્ટાફની મદદ માગી હતી.
એમ્બ્યુલન્સ સર્વિસના પ્રોગ્રામ મેનેજર ચેતન ગાધેએ કહ્યું, અમારો મેડિકલ ટેક્નીશિયન બટુક બાંભણિયા એમ્બ્યુલન્સ પાયલટ પ્રશાંત જાેષી સાથે ટાપુ પર પહોંચ્યો ત્યારે તેમણે જાેયું કે બાળકનું માથું બહાર આવી રહ્યું હતું.
પેરામેડિક સ્ટાફે તરત જ જરૂરી પ્રક્રિયા શરૂ કરી અને એક કલાક બાદ મહિલાએ સ્વસ્થ દીકરાને જન્મ આપ્યો.બાદમાં મા અને દીકરા બંનેને સુરક્ષિત રીતે રાજુલામાં આવેલી હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા.
એમ્બ્યુલન્સ સ્ટાફને જંગલ અને ટાપુની વિપરીત પરિસ્થિતિઓમાં ડિલિવરી કરાવવા માટે તાલીમ આપવામાં આવે છે. ઘણીવાર અમારા સ્ટાફને અંતરિયાળ ગામડાંઓમાંથી પણ ફોન આવે છે ત્યારે જ તેમની ખરી કસોટી થાયય છે, તેમ ચેતન ગાધેએ ઉમેર્યું.SSS