Western Times News

Gujarati News

કેસરીસિંહ સોલંકી સહિત ૨૬ દોષીતઃ તમામને ૨ વર્ષની સજા

વડોદરા, ૧ જુલાઇ, ૨૦૨૧ ના રોજ રાત્રે પંચમહાલ જિલ્લાના શિવરાજપુર ખાતે જીમીરા રિસોર્ટમાંથી પકડાયેલા જુગારધામ કેસમાં હાલોલ કોર્ટે માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત ૨૬ ને દોષીત જાહેર કર્યા છે અને તમામને ૨ વર્ષની સજા ફટકારી છે.

પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસે શિવરાજપુરના જીમીરા રિસોર્ટમાં ચાલતા હાઇપ્રોફાઇલ જુગારધામ પર દરોડો પાડીને ૨૬ જુગારીઓને ઝડપી લીધા હતા. પોલીસે ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, ૪ વિદેશી મહિલા સહિત કુલ કુલ ૨૬ જુગારીઓને ઝડપી લીધા હતા.

પોલીસે જુગારધામ પરથી ૩.૮૯ લાખ રૂપિયા રોકડા, ૨૫ મોબાઇલ, લેપટોપ અને ૮ લક્ઝુરિયસ કાર સહિત ૧.૧૫ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ચુકાદામાં સજા પામેલા ૨૬ પૈકી ૨૪ સજા સમયે હાજર હતા. કોર્ટે કલમ ૪ અનુસાર ૨ વર્ષની સજા, ૩ હજારનો દંડ, કલમ ૫ અનુસાર ૬ મહિનાની સજા ફટકારી હતી. આ ઉપરાંત ૧ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કોર્ટો આરોપીઓને સજા ફટકારી હતી.

આ ઉપરાંત જીમીરા રિસોર્ટનો પરવાનો પણ રદ્દ કરવા માટેનો આદેશ આપ્યો હતો. કેસરીસિંહ સોલંકી માતરના ધારાસભ્ય છે અને બે ટર્મથી ભાજપની ટીકિટ પર ચૂંટાય પણ છે. જાે કોઇ પણ ગુનામાં બે કે તેથી વધારે સજા થાય તો ધારાસભ્યપદ ગુમાવવું પડે છે. આ ઘટનામાં કેસરિસિંહનું ભવિષ્ય હવે સું છે તે જાેવું રહ્યું. તેમને ૨ વર્ષની સજા થઇ ચુકી છે. તેવામાં હવે ભાજપ શું કરે છે તે જાેવું રહ્યું. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, જીમીરા રિસોર્ટમાં અમદાવાદનો હર્ષદ વાલજી પટેલ જુગારધામ ચલાવતો હતો.

જુગારમાં રોકડ રૂપિયાના વ્યવહારના બદલે પ્લાસ્ટિકના કોઇનનો ઉપયોગ કરતો હતો. ઝડપાયેલી મહિલાઓ અહીં જાેકી તરીકે ઉપયોગમાં લેવાતી હતી. જુગાર રમતા લોકોને પત્તા વહેંચવા, અન્ય પીણા પીરસવા અને મહેમાનોની સેવા કરવી જેવા કામ કરતા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.