Western Times News

Gujarati News

ખેડા જિલ્લામાંથી ૫૪ હજારની કિંમતનો ગાંજાે ઝડપાયો

ખેડા , ખેડા જિલ્લામાં નશીલા પદાર્થોનું ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાની લોકોમાંથી રાહ ઉઠી રહી છે. તેવામાં ગળતેશ્વર તાલુકાના સેવાલિયામાંથી પોલીસે ૫૪ હજારની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપી પડયો હતો. યુવાનોને બરબાદીના ખપ્પરમાં હોમતા ગાંજાના જથ્થા સાથે પોલીસે એક શખ્સને દબોચી લીધો હતો.

આ ગાંજાનો જથ્થો આરોપીએ દાહોદના એક ઈસમ પાસેથી ખરીદ્યો હોવાનું બહાર આવ્યું છે. જે ને પગલે પોલીસે આ ગુનામાં બે ઈસમો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગાંજાન વકરતા દૂષણને ડામવા પોલીસ પણ સતર્ક બની છે. ખેડા લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસ સ્ટાફ ગતરાત્રે ગળતેશ્વર પંથકમાં પેટ્રોલિંગમાં હતા.

આ દરમિયાન ગળતેશ્વર તાલુકાના સેવાલીયા ગામે ઈન્દીરા નગરીમાં રહેતા રમણ ભુદરભાઈ પ્રજાપતિ પોતાના ઘરે નશીલા પદાર્થનું વેચાણ કરી રહ્યો છે તેવી પોલીસને બાતમી મળી હતી. જે બાતમીને લઈને પોલીસે તત્કાલીક દરોડો પડયો હતો. આ દારોડા દરમિયાન પોલીસે આરોપીના મકાનની તલાશી લીધી હતી. જે સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે રમણ પ્રજાપતિને સાથે રાખી ઘરમાંથી ભેજયુક્ત ૫.૪૦૦ ગ્રામનો ગાંજાે કબ્જે કર્યો છે.

જેની કિંમત રૂપિયા ૫૪ હજાર થાય છે.પોલીસે રમણના ઘરેથી વજન કાંટો તથા એક ફોન મળી કુલ રૂપિયા ૫૬ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગાંજા પ્રકરણના મૂળીયા સુધી પહોંચવા પોલીસે આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતાં ગાંજાનો જથ્થો દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના વેડજ ગામે રહેતા લક્ષ્મણસિંહ જનતસિહ ચૌહાણ નામના ઈસમ પાસેથી ખરીદ્યો હોવાની આરોપીએ કબૂલાત આપી હતી. આમ પોલીસે આ પ્રકરણમાં બે ઈસમો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમાં ગાંજાનો જથ્થો પકડાવો જાણે આમ વાત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે દરરોજ અલગ અલગ શહેરમાંથી ગાંજાે ઝડપાય રહ્યો છે ત્યારે સુરતમાં ગઇકાલે ૯ કિલો ગાંજાે ઝડપાયો હતો ત્યારબાદ બીજા દિવસે પલસાણાના જાેળવા ગામથી ગાંજાે પકડાયો છે જેમાં પોલીસે ૨ શખ્સોને ઝડપીને કાર્યવાહી હાથ ધરી અને એક ફરાર આરોપીને વોન્ટેડ જાહેર કરાયો હતો. તેવામાં ખેડાના ગળતેશ્વર તાલુકાના સેવાલિયામાંથી ૫૪ હજારના ગાંજા સાથે એક ઇસમની અટકાયત કરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.