ભારત વિરોધી નારાબાજીથી રાજદ્રોહનો કેસ ન બની શકે
કાયદા વિરુદ્ધ કોઈ તિરસ્કાર ફેલાય એવી પ્રવૃત્તીને રાજદ્રોહ કહેવાય
નવી દિલ્હી, રાજદ્રોહ અત્યારે ખૂબ ચર્ચામાં છે. આ અંગે કેટલીક જાણકારી લોકો સુધી પહોંચાડવી અનિવાર્ય છે. રાજદ્રોહ એટલે શું અને તે લોકોના વાણી સ્વાતંત્ર્યનો અધિકાર છીનવી લે છે કે નહીં? આ અધિકાર અને રાજદ્રોહ વચ્ચેની પાતળી ભેદરેખા કેટલા અંશે સમજવી શક્ય છે?
સુપ્રીમ કોર્ટ એટલે કે દેશની સર્વોચ્ચ અદાલત આ અંગે શું કહી રહી છે તે અંગે પણ માહિતી હોવી જરૂરી છે. રોજ જે લોકો પત્રકાર ઉપર લાદવામાં આવેલી આ કલમનો વિરોધ કરી રહ્યા છે, જેમણે આ પત્રકાર ઉપર આ કલમ લાદી છે તેમની સમજણમાં કેટલીક અજાણી બાબત હોય તો આવી જાય.
ભારતીય દંડ સંહિતા (ઈન્ડિયન પીનલ કોડ)ની કલમ ૧૨૪એહેઠળ રાજદ્રોહની વ્યાખ્યા કરવામાં આવી છે. આ અનુસાર સરકાર અને ભારતના કાયદા વિરુદ્ધ કોઈ તિરસ્કાર ફેલાય, હાનિ પહોંચે એવા ઉચ્ચારણ, લેખિત શબ્દો કે સંજ્ઞાનો ઉપયોગ કોઈ વ્યક્તિ કરે તો તેની સામે રાજદ્રોહ હેઠળ કાર્યવાહી થઈ શકે છે.
આ કાયદો વર્ષ ૧૮૩૭માં થોમસ મેકલે દ્વરા તૈયાર કરવામાં આવ્યો હતો પણ જયારે આઈપીસીઅમલમાં આવ્યો ત્યારે તેને કાઢી નાખવામાં આવ્યો હતો. વર્ષ ૧૮૭૦માં કલમ ૧૨૪એદાખલ કરવામાં આવી હતી.
સર જેમ્સ સ્ટીફન દ્વારા દેશમાં એ સમયે બ્રિટીશ હકૂમત વિરદ્ધ વધી રહેલ ચળવળ અને વિરોધને ડામી દેવા માટે આ કલમ દાખલ કરવામાં આવી હતી.
અ બિનજમીનપાત્ર ગુનો છે અને તેના હેઠળ ૩ વર્ષથી આજીવન કેદ સુધીની સજા અને દંડ થઈ શકે છે. આ વ્યક્તિને કોઈ સરકારી નોકરી મળી શકે નહીં, તેનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવે છે.
સૌથી પહેલો અને ચકચારી કેસ બાંગોબાસી અખબારના તંત્રી જાેગેન્દ્ર ચંદ્ર બોઝ ઉપર ૧૮૯૧માં થયો હતો. આ ઉપરાંત બાલ ગંગાધર તિલક અને મહાત્મા ગાંધી