સરકારી વિનયન કોલેજના મનોવિજ્ઞાન વિષયના વિદ્યાર્થીઓએ ગ્રામીણ વિસ્તારમાં જઈને પ્રોજેકટ વર્ક કર્યૂ
શહેરા, શહેરા ખાતે આવેલ સરકારી આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. વિપુલ ભાવસાર ના માર્ગદર્શન હેઠળ સંસ્થાના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા સેમ.૬ ના 68 વિદ્યાર્થીઓ દ્વારા શહેરા તાલુકા ના જુદા જુદા ગામોની શાળાઓમાં જઈ ને ૫૦ શાળાઓની મુલાકાત લેવામાં આવી હતી. ગામ ની શાળાઓ માં જઈને વિદ્યાર્થીઓએ વિશેષ પ્રોજેક્ટ વર્ક કરાવ્યું હતુ.
આ કાર્ય માટે વિભાગ ના પ્રાધ્યાપક પ્રોફેસર કિરણસિંહ રાજપુત અને ડો. નિકિતા સોનારા એ પ્રોજેક્ટ લક્ષી માહિતી વિદ્યાર્થીઓને પૂરી પાડી હતી. જે શાળાઓની મુલાકાત લીધી તેમાં ખાસ કરીને સુરેલી, બોરીયા ,નાંદરવા, નાડા, પાદરડી જેવા ગામોનો સમાવેશ થાય છે. ગામમાં જઈને વિદ્યાર્થીઓએ માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ માટે નાટક ,વ્યાખ્યાન , વિવિધ રમતો અને જરૂરી વાર્તાલાપ કરીને સમજૂતી પૂરી પાડી હતી.
વિદ્યાર્થીઓએ મનોવિજ્ઞાનનું જીવનમાં કેટલું મહત્વ છે અને માનસિક સ્વાસ્થ્ય માટે કે તણાવમાંથી વ્યક્તિ કઈ રીતે બહાર આવે તે વિશે વિષય નું મહત્વ સમજાવ્યું હતુ. આમ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓએ આ વિશેષ કાર્ય સફળતાપૂર્વક પાર પાડ્યુ ,તેમજ ગામડામાં જઈને માનસિક સ્વાસ્થ્ય અંગેની ગેરમાન્યતાઓં કઈ રીતે દૂર કરી શકાય તે વિશે વડીલો અને વિદ્યાર્થીઓને માહિતી યાદ કર્યા હતા.