૧૨ સાયન્સમાં નડિયાદ વિઝન સ્કુલ ઓફ સાયન્સનું શ્રેષ્ઠ પરિણામ

નડિયાદ વિઝન સ્કૂલ ઓફ સાયન્સની ગૌરવ વધારતો ” દિવાન રેહાન “
નડિયાદમાં આવેલી વિઝન સ્કૂલ ઓફ સાયન્સ આ વર્ષે પણ ધોરણ 12 સાયન્સનું પરિણામ ૭૯.૧૦ ટકા ઉંચુ આવ્યું છે.
જેમાં સ્કૂલમાં અભ્યાસ કરતા A2 મા પાંચ વિદ્યાર્થીઓ જેમાં
(૧) દિવાન રેહાન મુનાવરહુસેન 99.26 પી.આર
(૨) મુખી સુજાન સાજીદ ભાઈ 98.89 પી.આર
(૩) બાબુના સીમરન જબ્બાર 98.13 પી.આર
(૪) વાઘેલા માર્ગી પ્રવીણભાઈ 96.73 પી.આર
(૫) પટેલ ધ્રુવીબેન નરેશભાઈ 95.87 પી. આર મેળવ્યા છે.
જ્યારે B1 માં ૧૨ વિદ્યાર્થીઓ તથા B2 માં ૧૨ વિદ્યાર્થીઓ આવ્યા છે. આ વિદ્યાર્થીઓની સિદ્ધિને વિઝન સ્કુલ ઓફ સાયન્સ ના ટ્રસ્ટી જીગ્નેશભાઈ પટેલ આચાર્ય સતીશ પરમાર પ્રવીણ સર તથા વિઝન સ્કૂલ ના પરિવારે બિરદાવી હતી