Western Times News

Gujarati News

રાજસ્થાનના નોહર શહેરમાં તણાવની સ્થિતિ: ઇન્ટરનેટ સેવા બંધ

નવી દિલ્હી, રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના નોહર શહેરમાં કેટલાક યુવાનોએ વિશ્વ હિન્દુ પરિષદ નોહરના પ્રમુખ સતવીર સહારા પર હુમલો કર્યો હતો. જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. સહારનની ગંભીર હાલતને જોતા તેને બીકાનેર રીફર કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ તેમના સમર્થકો અને હિંદુવાદી સંગઠનોના કાર્યકરો રોષે ભરાયા હતા અને તેઓએ મોડી રાત્રે રાવતસર-નોહર રોડ બ્લોક કરી દીધો હતો.

આ પરિસ્થિતિને જોતા જિલ્લા પ્રશાસને ગુરુવારે સવારે નોહર, ભાદ્રા અને રાવતસર વિસ્તારમાં ઈન્ટરનેટ બંધ કરી દીધું છે. શહેરમાં ફ્લેગ માર્ચ કાઢવામાં આવી રહી છે.

નોહરના અધિક પોલીસ અધિક્ષક સુરેશ જાંગીડે જણાવ્યું કે, સતવીર સહારન બુધવારે મોડી રાત્રે રામદેવ મંદિરની બહાર ખાલી જગ્યામાં બેઠેલા ચોક્કસ સમુદાયના યુવકોને સમજાવવા ગયા હતા પરંતૂ ત્યાં યુવકોએ સહારન પર હુમલો કરી દીધો. સહારનને માથામાં ગંભીર ઈજા હોવાનું કહેવાય છે.

બ્લોક પ્રમુખ પર હુમલાથી તેમના સમર્થકો અને હિન્દુવાદી સંગઠનોના કાર્યકરો ગુસ્સે થયા હતા. તેઓએ મોડી રાત્રે રાવતસર-નોહર રોડ બ્લોક કરી દીધો હતો. જે બાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને હુમલાના 7 આરોપીઓને કસ્ટડીમાં લીધા હતા અને જામ ખુલ્લો કરાવ્યો હતો. આ સાથે જ જામ કરનારા 27 લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.

આ ઘટના બાદ વહીવટીતંત્ર પણ હરકતમાં આવ્યું અને હનુમાનગઢ જિલ્લાના નોહર, ભદ્રા અને રાવતસર વિસ્તારોમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દીધો. નોહરમાં ફ્લેગ માર્ચ કાઢીને સામાન્ય જનતાને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી રહી છે. બીજી તરફ VHP અને બજરંગ દળે જો દોષિતો સામે કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો મોટા આંદોલનની ચીમકી આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.