દેશમાં રિટેલ ફૂગાવો ૭.૭૯ ટકાના ઊંચા દરે પહોંચ્યો
નવી દિલ્હી, મહામારી બાદ હવે મોંઘવારીએ ભરડો લીધો છે અને ખાદ્યચીજાે તેમજ ઇંધણ-વીજળીની વધતી કિંમતથી ભારતમાં ફુગાવો ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યુ છે. આજે જાહેર થયેલા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ફ્લેક્શન (સીપીઆઇ) એટલેકે રિટેલ ફુગાવો એપ્રિલમાં વધીને ૭.૭૯ ટકાના સ્તરે પહોંચ્યો છે જે મે-૨૦૧૪ પછીનો સૌથી ઉંચો મોંઘવારી દર છે.
આર્થિક નિષ્ણાંતોએ એવો અંદાજ મૂક્યો હતો કે રિઝર્વ બેન્ક દ્વારા એકાએક વ્યાજદરમાં વધારો કરવા પાછળનું કારણ એપ્રિલમાં ફુગાવો ૮.૩ ટકા રહેવાની ધારણા હતી. તો માર્ચના ૬.૯૫ ટકાની સામે એપ્રિલમાં રિટેલ ઇન્ફ્લેશન ૦.૮૪ ટકા વધીને ૭.૭૯ ટકા થયો છે. તો એપ્રિલ ૨૦૨૧માં મોંઘવારી દર ૪.૨૩ ટકા નોંધાયો હતો.
ખાદ્ય ચીજાેમાં મોંઘવારી દર વધીને એપ્રિલમાં ૮.૩૮ ટકા થયો જે માર્ચમાં ૭.૬૮ ટકા અને વર્ષ પૂર્વેના સમાન મહિનામાં ૧.૯૬ ટકા હતો.
છેલ્લા જાન્યુઆરી મહિનાથી રિટેલ ફુગાવો રિઝર્વ બેન્કના ૬ ટકાના ટાર્ગેટ કરતા ઉંચો રહ્યો છે.SSS