પંચમહાલ જિલ્લામાં પ્રથમ વખત એક સાથે ૩૮૮ પોલીસ કર્મચારીઓની સાગમટે બદલીઓ
(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જીલ્લા પોલીસ અધિક્ષક ધ્વારા જીલ્લાના વિવિધ પોલીસ મથકે ફરજ બજાવતા પોસઈ એએસઆઈ હેડ કોન્સ્ટેબલો મહિલા પોલીસ કર્મીઓ વગેરે મળી ૩૮૮ જેટલા પોલીસ કર્મીઓ ની વહીવટી કારણોસર જાહેરહિતમાં તાત્કાલિક અસરે બદલીવાળી જગ્યાએ હાજર થવાની સુચનાઓ સાથે સાગમટે બદલી કરાતા જીલ્લાના અનેક પોલીસ કર્મીઓમાં કભી ખુશી કભી ગમનો માહોલ સાથે ભારે ગણગણાટ જાેવા મળ્યો હતો પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં પોલીસ અધિક્ષક ધ્વારા બદલી કરવામાં આવી હોવાનું કહેવાય છે.
પંચમહાલ જીલ્લા પોલીસ અધિક્ષક હિમાશું સોલંકી ધ્વારા ગત.તા ૧૧મી ના રોજ જીલ્લાના શહેરા પોલીસ મથકના પોસઈ એ.એમ.બારીઆ ની વેજલપુર પોલીસ મથકે વેજલપુર ના પોસઈ આર.ડી.ચૌધરી ની હાલોલ રૂરલ જાંબુઘોડા ના પોસઈ એમ.એમ ઠાકોરની કાલોલ પોલીસ મથકે.
પોસઈ એમ.કે.માલવીયા ની કાલોલ થી હાલોલ (ટાઉન)માં જે.બી.ઝાલાની હાલોલ રૂરલ થી જાંબુઘોડા પોસ્ટે અને કાલોલ પોસઈ કે.એચ.કારેણા ની શહેરા પોલીસ મથકે બદલી કરવાની સાથે સાથે લાંબા સમયથી લોકલ ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા ૧૧ પોલીસ કર્મીઓ એસ.ઓ.જીના એક પોલીસ કોન્સ્ટેબલ સહિત અનેક એએસઆઈ મહિલા પોલીસ કોન્સ્ટેબલો પુરુષ કોન્સ્ટેબલો ટ્રાફિક પોલીસ કર્મીઓ ની પંચમહાલ જીલ્લા ના દામાવાવ શહેરા કાલોલ હાલોલ(ટાઉન/રૂરલ) મોરવા(હડફ) જાંબુઘોડા ગોધરા ટાઉન તથા બી ડીવીઝન કાંકણપુર જેવા પોલીસ મથકોમાં થી આંતરિક બદલીઓ કુલ ૩૮૮ જેટલા પોલીસ કર્મીઓની કરતા જીલ્લા ના અનેક પોલીસ કર્મીઓ માં કહી ખુશી કહી ગમનો માહોલ સર્જાયો હતો પંચમહાલ જીલ્લા ના અનેક પોલીસ સ્ટેશનોમાં લાંબા સમયથી ફરજ બજાવતા અનેક પોલીસ કર્મીઓની તાત્કાલિક અસરથી છુટા થઈ બદલી વાડી જગ્યાએ હાજર થવાની સુચનાઓ સાથે પોલીસ અધિક્ષક ધ્વારા વહીવટી કારણોસર બદલીઓ કરવામાં આવતા હતા.
પોલીસ કર્મીઓમાં મોઢે ખંભાતી તાળા વાગવાની સાથે સન્નાટો પ્રસરી ગયો હતો પોલીસ બેડામાં યોગ્ય કામગીરી નહીં કરનારા પોલીસ કર્મીઓને પોલીસ હેડ કવાર્ટર ખાતે પણ બદલી કરવામાં આવી છે પોલીસ અધિક્ષક ધ્વારા એકાએક ૩૮૮ પોલીસ કર્મીઓની બદલી આટલી મોટી સંખ્યામાં પ્રથમ વાર થઈ હોવાનું પણ પોલીસ બેડામાં ચર્ચાતુ હતું.
જાેકે વહીવટી કારણોસર થયેલી બદલીઓ ના પગલે જીલ્લા ની પ્રજામાં પણ આનંદ નું મોજું ફરી વળ્યું હતું બદલીઓ બાદ નવા આવનાર પોલીસ કર્મી સારી કામગીરી કરશે તેવી આશા પણ પ્રજામાં બંધાઈ છે.