આડેધડ પાર્ક કરાયેલા ૪પ૦થી વધુ વાહનો હટાવી દંડ વસૂલ કરાયો
(એજન્સી)અમદાવાદ, ઉત્તર ઝોનના બાપુનગર, ઈન્ડીયાકોલોની ઠકકરબાપાનગરમાં મ્યુનિ.અને પોલીસ મેગા ટ્રાફીક ડ્રાઈવ યોજી હતી. જેમાં રોડ અને ફૂટપાથ પર ગેરકાયદે પાર્ક કરેલા ૪પ૦થી વધુ વાહનો હટાવી ૬ હજારથી વધુનો દંડ વસુલ કર્યો હતો.
આ ઉપરાંત શહેરમાં કુબેરનગર ભાર્ગવ રોડ પર રામેશ્વર ચાર રસ્તા આસપાસ ૧૮ મીટરના ટી.પી. રોડમાં કપાતમાં જતાં ૭ જેટલા કોમર્શીયલ એકમો સહીતનાને દુર કરવામાં આવ્યા છે. સરખેજમાં પણ સાનીધ્ય બંગ્લોઝ સામેથી પસાર થતાં ૧૮ મીટર ટી.પી. રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે.
બોપલમાં કમલનયન બંગ્લોઝ બાજુમાં પસાર થતાં ૧ર મીટરના ટી.પી. રોડને ખુલ્લો કરતાં ૧ વાણીજય શેડનું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું.