Western Times News

Gujarati News

પાટણના ભાટસણમાં અનુસૂચિત સમાજના વરઘોડા પર પથ્થરમારો

પાટણ, પાટણ તાલુકાના ભાટસણ ગામે અનુસૂચિત પરિવારના લગ્ન પ્રસંગે વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે અમુક આવારાતત્વોએ શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો.

આશરે ૨૦૦ લોકોના ટોળાએ વરઘોડા પર પથ્થરમારો કરતા દેકારો બોલી ગયો હતો. આ મામલે પોલીસ દોડી જઇ મામલો શાંત પડયો હતો ત્યારબાદ પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે રંગે, ચંગે, ઉમંગે વરઘોડો યોજાયો હતો.

પાટણના ભાટસણ દલિત સમાજના વરઘોડા દરમિયાન ટોળા દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ મામલે જાણ થતા પોલીસ અધિકારીઓ સહિત જિલ્લાભરનો મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓનો સ્ટાફ ભાટસણ ગામે દોડી ગયો હતો. ગામમાં કોય અનઇચ્છનીય બનાવ બને તે માટે પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

ત્યારબાદ પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે અનુસૂચિત સમાજના આગેવાનોએ વરઘોડો યોજવાની તૈયારી દર્શાવી હતી. જે ને પગલે ભાટસણ ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફરી વરઘોડો નીકળ્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરી વચ્ચે ડીજે અને ઢોલ, શરણાઈના શૂર સાથે વરઘોડો નીકળ્યો હતો.

તમામ જિલ્લાની પોલીસની દેખરેખ હેઠળ અનુસૂચિત પરિવારના લોકો વરરાજાની જાન લઈને નીકળ્યા હતા.પાટણના ભાટસણ ગામે અનુસૂચિત સમાજનાં યુવાનનો વરઘોડો યોજાયો હતો.

ભાટસણ ગામના ઇતિહાસમાં પ્રથમ વખત અનુસૂચિત સમાજના યુવાનના લગ્નમાં વરઘોડાનું આયોજન કરાયું હતું. વરઘોડો નીકળતાં ગામનાં અન્ય સમાજના લોકોને પસંદ ન પડ્યું હતું. જેથી ૨૦૦ લોકોના ટોળાએ એકઠા થઇ વરઘોડા પર પથ્થરમારો કર્યો હતો. જે ને લઈને અફરાતફરી મચી જવા પામી હતી.

આ ઘટનામાં વરરાજાના સબંધી એવા ત્રણ લોકો ઘાયલ પણ થયા હતા. જેને ૧૦૮ મારફતે તત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પથ્થરમારો ઉપરાંત હુમલાખોરોએ મંડપમાં પણ આગ લગાડી હતી. આ ઘટનાને પગલે અનુસૂચિત સમાજના લોકોમાં રોષ ફેલાયો હતો.

બીજી તરફ આ ઘટનાની જાણ થતાં અનુસૂચિત સમાજના આગેવાનો ભાટસણ ગામે દોડી ગયા હતા. સ્થિતિની ગંભીરતાને પગલે પોલીસ પણ દોડી ગઈ હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.