કચ્છમાં વીજ કનેક્શન-નર્મદા કેનાલ મુદ્દે ખેડૂતોનો હોબાળો
કચ્છ, જિલ્લાના ખેડૂતોને નર્મદાના પાણીના તેમજ વીજ કનેક્શનના પ્રશ્નો અનેક સમયથી સતાવી રહ્યા છે, તો ભારતીય કિસાન સંઘ તેમજ જિલ્લાના તમામ ૧૦ તાલુકાના ખેડૂતોએ અનેક વાર આ બાબતે રજૂઆતો કરી છે. અનેક વાર આવેદનપત્ર આપ્યા છે તો ટ્રેકટર રેલી, ધરણાં સહિતના કાર્યક્રમો આપ્યા છે છતાં પણ સરકાર દ્વારા કોઈ પ્રત્યુતરના મળતા ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે.
જેથી આજે કલેકટર કચેરી સામે અચોક્કસ મુદતના ધરણાં ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા હતા.સરહદી જિલ્લા કચ્છમાં નર્મદાના નીરને લઈને અનેક વાર ખેડૂતો દ્વારા રજૂઆત કર્યા છતાં પણ હજુ કચ્છના ખેડૂતોને નર્મદાના પાણીની સમસ્યા સતાવે છે.
ભારતીય કિસાન સંઘ દ્વારા દુધઇ સબબ્રાન્ચ કેનાલની અધૂરી કામગીરી તાત્કાલિક પૂરી કરવાની માંગણી સાથે રુદ્રમાતા જાગીર પાસે સભા તેમજ ટ્રેકટર રેલી યોજવામાં આવી હતી.
જાે સરકાર દ્વારા કેનાલનું કામ તાત્કાલિક ધોરણે પૂરું નહી કરાય તો કલેક્ટર કચેરી સામે અચોક્કસ મુદતના ધરણા કરવામાં આવશે તેવી ચીમકી ઉચરાઈ હતી ત્યારે આજે જિલ્લાના ખેડૂતો કલેકટર કચેરીની સામે અચોક્કસ મુદ્દતના ધરણાં પર બેઠા હતા.
ખેડૂતોની સમસ્યાનો નિવારણ આવતું નથી.જેથી કરીને ખેડૂતો સરકારના ખોટા વાયદાઓથી પરેશાન થયા છે. હવે જુદાં જુદાં સ્તરે કાર્યક્રમો આપશે અને જરૂર જણાશે તો ગામો પણ બંધ કરવામાં આવશે. કચ્છ જિલ્લામાં નર્મદાના નિયમિત પાણી પહોંચાડવા બે કેનાલનું આયોજન કરાયું છે. તેમાં એક ટપ્પરથી મોડકુબા સુધી અને બીજી ટપ્પરથી રૂદ્રમાતા સુધીની કેનાલનો સમાવેશ થાય છે.
ટપ્પરથી રૂદ્રમાતા કેનાલમાં બે વર્ષ પહેલાં સરકાર દ્વારા અચાનક કેનાલના બદલે પાઇપ લાઇન પાથરવાનો ર્નિણય લેવાયો છે. સરકારના આ ર્નિણયથી આ વિસ્તારના લોકોમાં ભારે રોષ ફેલાયો છે. કારણ કે, દુધઇ સબ બ્રાન્ચ કેનાલ ૬૮ કિલોમીટર જેટલી લંબાઇ ધરાવે છે તેમાં નિયમિત પાણીના ૩૩ કિલો મીટરના કામો થઇ ગયા છે.
જ્યારે બાકીના ૪૫ કિલોમીટરના કામ બાકી છે.નર્મદા નિગમ દ્વારા તેનો સર્વે પણ કરાઇ ગયો છે તેમજ એસ્ટીમેટ પણ બની ગયો છે. માત્ર ખેડૂતોને જમીન સંપાદનના એવોર્ડ કરવાના બાકી રહ્યા છે. ખેડૂતો પણ જમીન આપવા સરકારના નીતિ નિયમો મુજબ તૈયાર છે તો તાત્કાલિક ધોરણે બાકીના કામો પુરા કરવા સરકાર સમક્ષ વિનંતી કરવામાં આવી છે કારણ કે, ૪૫ કિલો મીટરમાં આવતા ભુજ તાલુકાના ૧૦ ગામો પહેલાથી જ મૂળ યોજના મુજબ કમાન વિસ્તારમાં આવે છે.
આ ગામો પાસે સિંચાઇ માટે અન્ય કોઈ વ્યવસ્થા નથી અને સરહદો પરના ગામો છે તેમાં પાણી અભાવે ખેડૂતીઅને માલધારીઓ હિજરત કરી રહ્યા છે જેને રોકવા માટે પાણી અગત્યનું હોતાં બાકી રહેતાં કામો તાત્કાલિક પૂરા કરવા યોગ્ય પગલા સરકાર લે તેવી માંગણી ઊભી થઈ છે.
ઉપરાંત સરકાર દ્વારા જાે તાત્કાલિક ર્નિણય લઈને પાઇપ લાઇનના બદલે કેનાલ બનાવવામાં આવે તો તેનું કામ ઝડપભેર પૂરું કરવામાં આવે તેવી માગણી ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા કરવામાં આવી છે. આ અગાઉ પણ આ બાબતે ૧૯મી એપ્રિલના રોજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેનો કોઇ પણ પ્રકારનો ઉત્તર કિસાનોને મળ્યો ન હતો.
હજી પણ સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં નહીં લેવાય તો પ્રાંત સ્તર સુધી વિવિધ કાર્યક્રમો મારફતે વિરોધ નોંધાવવામાં આવશે.સરકારને ૫૦૦૦ કરોડ ખર્ચવામાં કેમ રસ છે ૧૨૦૦ કરોડમાં યોજના પૂર્ણ થઈ શકે તેમ છે.
ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લના પ્રમુખ શિવજીભાઈ બરાડીયાએ જણાવ્યું હતું કે, ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા છેલ્લાં બે વર્ષથી વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. દુધઇ સબ બ્રાન્ચ કેનાલ ૬૮ કિલોમીટર જેટલી લંબાઇ ધરાવે છે તેમાં નિયમિત પાણીના ૩૩ કિલો મીટરના કામો થઇ ગયા છે.
જ્યારે બાકીના ૪૫ કિલોમીટરના કામ બાકી છે. જે કામ બાકી છે તે કામ હવે પાઇપલાઇન મારફતે કરવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે, ત્યારે તેનો ખર્ચ છે તે ૫૦૦૦ કરોડ થવા પામશે પરંતુ કેનાલ કરવામાં આવે તો માત્ર ૧૨૦૦ કરોડ રૂપિયાનો જ ખર્ચ થાય તેમ છે.
આટલા સમયથી જાે કામ ટલ્લે ના ચડ્યું હોત તો હાલમાં લોકોને પાણી પણ મળતું થઈ ગયું હોત. સરકારને ૫૦૦૦ કરોડ ખર્ચવામાં કેમ રસ છે ૧૨૦૦ કરોડમાં યોજના પૂર્ણ થઈ શકે તેમ છે લોકો દ્વારા ભરાયેલ જીએસટી ના રૂપિયા છે. હવે પ્રાંત સ્તરથી કાર્યક્રમો આવશે.
ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ શ્યામજી મ્યાત્રાએ જણાવ્યું હતું કે, આજના ધરણાં કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સરહદી વિસ્તારના જે ગામો છે ત્યાં જે કેનાલને પાઇપલાઇનમાં ફેરવવામાં આવી તેના કારણે ભારતીય કિસાન સંઘે વાંધો લીધો છે અને છેલ્લા ૨ વર્ષોથી લેખિત, મૌખિક રજૂઆતો કરવા છતાં પણ સરકારે પોતાના ર્નિણયમાં ફેરફાર નથી કર્યો.
સરકાર સમક્ષ અવારનવાર રજૂઆતો કરવા છતાં હજી કોઈ ર્નિણય નથી આવ્યો.જાે નર્મદાના પાણી, મીટર પ્રથાને લઈને જાે સરકાર યોગ્ય ર્નિણય નહીં લે તો ગુજરાત પ્રાંત દ્વારા પણ કાર્યક્રમો આપવામાં આવશે.SSS