ધો -12 સાયન્સમાં નોલેજ હાઈસ્કૂલનું સર્વોત્તમ પરિણામ : 90 + PR ધરાવતા 54 થી વધુ વિદ્યાર્થીઓ
નોલેજ ગ્રુપ , નડિયાદના 5 A1 ( મેરીટ ) મેળવતા વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન …… સતત સર્વોચ્ચ સચોટ પરિણામની પરંપરા : નોલેજ ગ્રુપ નડિયાદ આજ રોજ 12 મે ના દિવસે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલ ધો .12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં નોલેજ ગ્રુપ નડિયાદ ના A1 મેરીટ મેળવતા 5 વિધાર્થીઓ યાદવ અલ્પેશ , કડિયા અક્ષત , દેસાઈ ક્રિશ , રાણા ઉદભવ , અને પટેલ પ્રેમ ને ખુબ ખુબ અભિનંદન.
તેમજ વિધાર્થીઓ તથા તેમના વાલીઓએ શાળાના સંચાલક તેમજ તમામ શિક્ષકગુરૂજનોનો આભાર વ્યક્ત કરી નોલેજ હાઇસ્કૂલ – નડિયાદ ની કાર્ય પદ્ધતિ , વિધાર્થીનું ફોલોઅપ વર્ક , સતત મોટિવેશન તેમજ વિધાર્થી પ્રત્યેની શિક્ષકોની લાગણી ને ખુબ બિરદાવી હતી.ઉપરાંત અલ્પેશયાદવ એ એંજીન્યરિંગનાં આધારભુત વિષય ગણિતમાં 100 માથી 100 ગુણ મેળવી સમગ્ર ચરોતરમાં પોતાના માતા – પિતા તેમજ શાળાનું નામ રોશન કરેલ છે .
અલ્પેશના કહેવા મુજબ તે માર્કસ માટે સંપૂર્ણ પણે શાળાનું શિક્ષણ તેમજ મારા ગણિતના વર્ષોના અનુભવી શિક્ષક જ જવાબદાર છે.હું ક્યારેય કોઈ ટ્યુશન ગયો નથી . નોલેજ હાઈસ્કૂલ – નડિયાદમાં જ સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવી છે . તેમજ , આ વિધાર્થીઓએ કોરોનાની મહામારીના વર્ષોમાં ઓનલાઈન શિક્ષણ મેળવી ઓફલાઈન જેવી મેહનત કરી પોતાનું ઉચ્ચ પરીણામ પ્રાપ્ત કર્યું તે બદલ શાળાના સંચાલકોએ આગામી કારકિર્દીમાં તેઓ ખૂબ ખુબ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી .