પેટલાદમાં ત્રણ વર્ષે પાણીનું ટેસ્ટિંગ-પીવાના પાણીની ફરિયાદો બાદ સેમ્પલ લેવાયા
પાલિકા તંત્રની ઘોર બેદરકારી અને આળશ-પેટલાદ પાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.
(પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદ નગરપાલિકાના વોટર વર્કસ દ્વારા શહેરીજનોને પાણી પુરવઠો પુરો પાડવામાં આવે છે. આ પાણી પીવા લાયક છે કે કેમ તે અંગે સમયાંતરે જરૂરી ટેસ્ટ કરાવવાના હોય છે. પરંતુ પેટલાદ પાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.
શહેરના અનેક વિસ્તારમાં પીવાના પાણી સંદર્ભે જુદાજુદા પ્રકારની ફરિયાદો ઉઠવા પામી હતી. જેને કારણે પાલિકાએ તેવા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પાણીના સેમ્પલો લીધા હતા. જેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતુ. પરંતુ સૌથી નોંધપાત્ર બાબત એ છે કે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન પાલિકા દ્વારા પીવાના પાણીનું ટેસ્ટિંગ એક પણ વખત કરાવ્યું ન હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદ નગરપાલિકા સન ૧૮૭૬થી અસ્તિત્વમાં આવી હતી. આ પાલિકાને સન ૧૯૩૧માં સુધરાઈની સત્તા મળતા (અ) વર્ગની નગરપાલિકાનો દરજ્જાે મળ્યો હતો. ત્યારબાદ વડોદરા રાજ્યનુ વિલીનીકરણ થતા તા.૧ ઓગષ્ટ ૧૯૪૯થી ધી બોમ્બે ડિસ્ટ્રીક્ટ મ્યુનિસીપાલિટી એક્ટ ૧૯૦૧ લાગુ કરવામાં આવ્યો હતો.
જેથી પેટલાદ નગરપાલિકાને ડિસ્ટ્રીક્ટ મ્યુનિસીપાલિટીનો દરજ્જાે મળતા વિશેસ અધિકારો મળ્યા હતા. આ સમય દરમિયાન પેટલાદ નગરપાલિકા માટે તા. ૧ જૂન ૧૯પ૬ના રોજ પાણી પુરવઠાની મૂળ યોજના રૂા.૧૩૯૪૦૦૦ની સરકારે મંજૂર કરી હતી. જેથી પ્રથમ તબક્કાનું કામ વર્ષ ૧૯૬ર સુધીમાં પૂર્ણ થયું હતુ.
સમય જતા તા.૧ જાન્યુઆરી ૧૯૬પથી ગુજરાત મ્યુનિસીપલ એક્ટ ૧૯૬૩ અમલમાં આવતા મ્યુનિસીપલ બરો બની હતી. તે સમયે પેટલાદ શહેરમાં જુદા જુદા ચૌદ જેટલા વારીગૃહ હતા. જ્યાથી ખાનગી કનેક્શન દ્વારા લોકોને પાણી પુરવઠો પુરો પાડવામાં આવતો હતો. ત્યારબાદ દોઢ લાખ ગેલનની કેપેસીટી ધરાવતી ટાંકીનું નિર્માણ થતા તા. ૧ ઓક્ટોબર ૧૯૬૮થી વારીગૃહ શરૂ થયું હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે પાણી પુરવઠાની આ યોજના માટે સરકારની મંજૂરી તથા સહમતીથી એલઆઈસી દ્વારા અંદાજીત રૂા.૪.૯ર લાખની લોન દ્વારા આયોજન પુર્ણ કરવામાં આવ્યું હતુ. વર્ષ ૧૯૭૦માં લગભગ ૪૦૦૦૦ની વસ્તી ધરાવતા પેટલાદમાં ૩૩૬ર જેટલા પાણીના કનેક્શન હતા. જે માટે પાલિકા દ્વારા વર્ષે રૂા.૧.૩ર લાખ જેટલો ખર્ચ કરવામાં આવતો હતો.
જેની સામે પાલિકાને તમામ વેરાની વાર્ષિક આવક આશરે રૂા.૧.૭૦ લાખ જેટલી હતી. જ્યારે હાલમાં પેટલાદની આશરે પપ૦૦૦ જેટલી વસ્તી છે. જ્યા ૧૧૧૧૮ જેટલા પાણીના કનેક્શન છે. એટલે કે વસ્તીમા ૩પ ટકા જેટલો વધારો અને કનેક્શનમાં ત્રણ ગણો વધારો થયો છે.
ખર્ચની આંકડાકીય માહીતી જાેઈએ તો હાલ દર વર્ષે લગભગ રૂપિયા બે કરોડ જેટલો જંગી ખર્ચ વારીગૃહ વિભાગમાં થાય છે. જેમાં લાઈટબીલ, પગાર, મેન્ટેનન્સ, ખરીદી વગેરે પાછળ ખર્ચનો સમાવેશ થાય છે. એટલે કે છેલ્લા પ૦ વર્ષ દરમિયાન ખર્ચમાં ૧૬૦ ગણો વધારો જાેવા મળી રહ્યો છે.
છતા શહેરીજનોને પ્રાથમિક જરૂરિયાત એવા પીવાના પાણીની પુરતી વ્યવસ્થા પણ પાલિકા પુરી પાડી શકતા નથી. છેલ્લા ૪૦ દિવસમાં શહેરના ૭૦ થી વધુ વિસ્તારોમાંથી ૧૦૮ જેટલા લોકોએ પીવાના પાણી સંદર્ભે જૂદાજૂદા પ્રકારની ફરિયાદો વારીગૃહ વિભાગમાં નોંધાવી છે.
આ ફરિયાદોમાં શહેરીજનો ઉપરાંત પાલિકાના કેટલાક સભ્યોનો પણ સમાવેશ થાય છે. આ ફરિયાદોના આધારે પાલિકા દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે સેમ્પલના ટેસ્ટિંગ માટે પાલિકાએ પાણી પુરવઠા બોર્ડને મોકલી આપવામાં આવ્યા હતા. આ રિપોર્ટ આશરે ૧પ દિવસમાં આવતા હોય છે.
આ ટેસ્ટિંગ દ્વારા પાણીનું ટીડીએસ, હાર્ડનેશ, રાસાયણીક પૃથ્થકકરણ કરવામાં અને ચકાસવામાં આવે છે. ઉપરાંત પાણીનું ક્લોરીનેશન યોગ્ય છે કે કેમ તે ચકાસવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગુણવત્તાસભર પીવાના પાણીની જરૂરિયાત હોવા સામે ડ્હોળુ પાણી કે પાણીમાં રેતી / માટી આવવી અરોગ્ય માટે જાેખમકારક હોવાની વાત ચર્ચાસ્પદ બનવા પામી છે. આ અંગે પાલિકા સભ્ય ભૌમી કાછિઆએ જણાવ્યું હતુ કે શહેરના ઘણા વિસ્તારોમાં રેતી અને માટીવાળુ પાણી આવે છે.
જે અંગેની ફરિયાદ મે પણ નોંધાવી હતી. આ માટે વારીગૃહના અધિકારી નિતીનભાઈ પટેલ અને ચીફ ઓફિસર સાથે ચર્ચા કરતા જાણવા મળેલ કે પાણીના પ્રશ્નોનો નિકાલ એકાદ મહિનામાં આવી જશે. આ અંગે વોટર વર્કસના ચેરમેન ધરતી પટેલે જણાવ્યું હતુ કે પીવાના પાણીની અનેક ફરિયાદો વારીગૃહને મળી છે. જેમા રેતી, માટી સહિત ડ્હોળા પાણીની ફરિયાદોનો સમાવેશ થાય છે. આ સંદર્ભે ફરિયાદોનો વહેલીતકે નીકાલ કરવા અમો પ્રયત્ન કરી રહ્યા છે.
દૈનિક વપરાશ એક કરોડ લીટર
પેટલાદ નગરપાલિકા દ્વારા શહેરમાં પાણીની પાંચ ટાંકી બનાવવામાં આવી છે. જેની સાથે પાંચ સમ્પ અને ૧૪ બોરનું જાેડાણ કરવામાં આવેલ છે. જેમા ર૦ એચપીના બે, ૩૦ એચપીના આઠ તથા ૩પ એચપીના ચાર બોરનાો સમાવેશ થાય છે.
જે અનુક્રમે દિવસ દરમિયાન ૧૬, ૮ અને ૧૦ કલાક ચાલે છે.જેના દ્વારા દૈનિક ૧.ર૩ કરોડ લીટર પાણી શહેરીજનોને સપ્લાય કરવામાં આવે છે. વસ્તીના ધોરણ મુજબ જાેઈએ તો વ્યક્તિ દીઠ દૈનિક વપરાશ રર૩ લીટરનો થાય છે. જે ખરેખર સરકાર અને પાણી પુરવઠા બોર્ડના ધારાધોરણ મુજબ વ્યક્તિ દિઠ દૈનિક ૧૪પ લીટર કરતા વધારે છે.