Western Times News

Gujarati News

મુંબઈએ ચેન્નઈ કિંગ્સ સામે પાંચ વિકેટે વિજય નોંધાવ્યો

નવી દિલ્હી, આઈપીએલ-૨૦૨૨માં પોઈન્ટ ટેબલમાં છેલ્લા બે સ્થાને રહેલી બે ટીમો મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ગુરૂવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુકાબલો હતો. જાેકે, આ મેચમાં બંને ટીમનું બેટિંગ પ્રદર્શન નબળું રહ્યું હતું.

જેમાં ચેન્નઈનું પ્રદર્શન વધારે કંગાળ રહ્યું હતું. ડેનિયલ સેમ્સ સહિત બોલર્સે કરેલા ઘાતક પ્રદર્શનની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સ સામે પાંચ વિકેટે વિજય નોંધાવ્યો હતો. વિશ્વની લોકપ્રિય ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૫મી સિઝનમાં ગુરૂવારે મુંબઈએ ટોસ જીતીને ચેન્નઈને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું.

મુંબઈના બોલર્સ સામે ચેન્નઈના બેટર્સ ટકી શક્યા ન હતા અને મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીવાળી ટીમ ૧૬ ઓવરમાં ૯૭ રનના સ્કોર પર ઓલ-આઉટ થઈ ગઈ હતી. ૯૮ રનના આસાન લક્ષ્યાંકને પાર પાડવા મેદાનમાં ઉતરેલી રોહિત શર્માની આગેવાનીવાળી મુંબઈ ટીમની બેટિંગ પણ કંગાળ રહી હતી.

જાેકે, તે વિજય નોંધાવવામાં સફળ રહી હતી. મુંબઈ ટીમે ૧૪.૫ ઓવરમાં પાંચ વિકેટે ૧૦૩ રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. જાેકે, આ પરિણામથી બંને ટીમને કોઈ ફરક પડવાનો નથી કેમ કે બંને ટીમો પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. મુંબઈ સામે ૯૮ રનનો આસાન લક્ષ્યાંક હતો પરંતુ તેને પાર પાડવા માટે મુંબઈ ઈન્ડિયન્સને પોતાની પાંચ વિકેટ ગુમાવવી પડી હતી. મુંબઈની શરૂઆત ખરાબ રહી હતી.

ટીમે છ રનના સ્કોર પર ઈશાન કિશનની વિકેટ ગુમાવી દીધી હતી. તેણે છ રન નોંધાવ્યા હતા. ત્યારબાદ સુકાની રોહિત શર્મા ૧૮ રન નોંધાવની આઉટ થયો હતચો. ડેનિયલ સેમ્સ એક રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. ટીમનો સ્કોર ૩૩ રનનો હતો ત્યારે ઉપરા-ઉપરી બે વિકેટ પડી ગઈ હતી.

ટીમે ૩૩ રનમાં પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. જાેકે, તિલક વર્માએ ધીરજપૂર્વક બેટિગં કરીને ટીમને વિજય અપાવ્યો હતો. તેને રિતિક શોકીન સાથ મળ્યો હતો. તિલક વર્માએ ૩૨ બોલમાં અણનમ ૩૪ રનનો સ્કોર નોંધાવ્યો હતો જેમાં ચાર ચોગ્ગા સામેલ હતા.

જ્યારે રિતિકે ૧૮ અને ટિમ ડેવિડે અણનમ ૧૬ રનનું યોગદાન આપ્યું હતું. ચેન્નઈ માટે મુકેશ ચૌધરીએ ત્રણ તથા સિમરજીત સિંહ અને મોઈન અલીએ એક-એક વિકેટ ઝડપી હતી. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને ચેન્નઈ સુપર કિંગ્સને બેટિંગનું આમંત્રણ આપ્યું હતું.

પરંતુ ચેન્નઈની બેટિંગ અત્યંત કંગાળ રહી હતી. ટીમ ૧૦૦ રનની અંદર જ ઓલ-આઉટ થઈ ગઈ હતી. ચેન્નઈના ટોચના ચાર બેટર બે આંકડાનો સ્કોર પણ નોંધાવી શક્યા ન હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.