ન્યુઝ-18 ગુજરાતી દ્વારા” રાઇઝિંગ ગુજરાત 2022″ નું આયોજન
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર માટે ગુજરાતની પસંદગીએ આપણા માટે ગૌરવની બાબત : ઋષિકેશ પટેલ, મંત્રી શ્રી આરોગ્ય, પાણી પુરવઠા અને જળસંપતિ
:- મંત્રીશ્રી ઋષિકેશ પટેલ ;-
⦁ ઓક્ટોબર ૨૦૨૨ સુધીમાં રાજ્યના દરેક ઘરમાં અમારી સરકાર નળ થી જળ પહોંચાડશે….
⦁ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસની ગતિ ક્યારેય મંદ પડશે નહીં
⦁ દેશના દરેક રાજ્યના આરોગ્ય મોડલ ના માપદંડો જુદા – જુદા છે
વિશ્વ આરોગ્ય સંસ્થાએ ટ્રેડિશનલ મેડીસીન સેન્ટર માટે ગુજરાત પસંદ કર્યું, એ આપણા માટે ગૌરવની બાબત છે તેમ રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ ભાઈ પટેલે જણાવ્યું છે.
અમદાવાદના આશ્રમ રોડ ખાતે નેટવર્ક 18ની ગુજરાતી ન્યુઝ ચેનલ ન્યૂઝ 18- ગુજરાતીના “રાઇઝિંગ ગુજરાત 2022′ કાર્યક્રમને સંબોધતા આરોગ્ય મંત્રી કહ્યું કે, પ્રત્યેક રાજ્યમાં AIIMS ખોલવાનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ નું સ્વપ્ન છે અને તે દિશામાં ગંભીરતાપૂર્વક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે , ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે મૂળભૂત માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે,જેથી આગામી ૧૦ વર્ષમાં દક્ષિણ ગુજરાતના લોકોએ સારવાર માટે અમદાવાદ નહી આપવું પડે.
તેમણે દેશમાં રસીકરણ માટે થયેલા મહાઅભિયાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, રસીકરણના કારણે આપણે કોરોના ની ત્રીજી લહેર અટકાવી શક્યા જેનો શ્રી વડાપ્રધાનશ્રી ને જાય છે. મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે , દેશના દરેક રાજ્યના આરોગ્ય સુવિધાઓ ને લગતા માપદંડો જુદા જુદા છે.
નરેન્દ્રભાઈએ ગુજરાતમાં આરંભેલા વિકાસ રથની ગતિને સરકાર ક્યારે મંદ પડવા દેશે નહીં તેમ મંત્રીશ્રીએ ભારપૂર્વક ઉમેર્યું હતું. ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું કે, નલ સે જલ યોજના અંતર્ગત છેવાડાના માનવી સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે અને આગામી ઓકટોબર સુધીમાં ગુજરાતમાં આ યોજનાનાનું 100 ટકા અમલીકરણ કરીને રાજ્યના દરેક ઘરમાં નળ થી જલ પહોંચતું કરવામાં આવશે.