ડીસા ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો
૧૧ સ્વ સહાય જૂથોને લોનના ચેક અને ૩૫૮ જૂથોને ધિરાણ અપાયું
(માહિતી બ્યુરો, પાલનપુર) બનાસકાંઠા જિલ્લાના ડીસા મુકામે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી બનાસકાંઠા દ્વારા સ્વ સહાય જૂથો માટે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં બનાસકાંઠા જિલ્લામાં બેંક સખી તરીકે ઉત્કૃષ્ટ કામ કરતી ૫ બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવી હતી.
આ કેમ્પમાં ૧૭ સ્ટોલ મુકવામાં આવ્યા હતા જે પૈકી સ્વસહાય જૂથની બહેનો માટે ૧ આરોગ્ય વિભાગનો ૧ સ્ટોલ મુકવામાં આવ્યો હતો. કેમ્પમાં કુલ ૧૧ સ્વસહાય જૂથોને સ્ટેજ પર લોનના ચેક આપવામાં આવ્યા હતા. તેમજ ૧૦૮૫ અરજીઓને સ્પોન્સરીંગ કરવામાં આવી હતી. ૭૧૦ અરજીઓ મંજુર કરવામાં આવી હતી. ૩૫૮ સ્વસહાય જૂથોને ધિરાણ કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે અગ્રણીઓ સર્વશ્રી ગુમાનસિંહ ચૌહાણ, શ્રી કૈલાશભાઈ ગેલોત, ડીસા નગર પાલિકા પ્રમુખશ્રી રાજુભાઈ ઠક્કર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.આઈ.શેખ, લીડ બેંક મેનેજરશ્રી ફૂલસિંહ મીના, બેંક ઓફ બરોડાના ચીફ મેનેજર શ્રી પ્રશાંત નાગર, સ્ટેટ બેન્ક ચીફ મેનેજરશ્રી ગુલાબચંદ મીના, ચીફ મેનેજર બીઓબી- પાલનપુર શ્રી જીતેન્દ્ર રાઠોડ, તાલુકા વિકાસ અધિકારીશ્રી બી.ડી.સોલંકી સહિત મહાનુભાવો અને સારી સંખ્યામાં સ્વસહાય જૂથોની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.