Western Times News

Gujarati News

Viએ પૂણેમાં 5જી પરીક્ષણો દરમિયાન 5.92GBPSની રેકોર્ડ ડાઉનલોડ સ્પીડ હાંસલ કરી

એરિક્સ્સનનો ન્યૂ રેડિયો ડ્યુઅલ-કનેક્ટિવિટી (એનઆર-ડીસી) સોફ્ટવેરનો ઉપયોગ કરીને લેટેસ્ટ સ્પીડ હાંસલ થઈ હતી

મુંબઈ, વોડાફોન આઇડિયા (વી) અને એરિક્સ્સન (NASDAQ: ERIC)એ આજે 5.92 જીબીપીએસની સૌથી વધુ ડાઉનલોડ સ્પીડ પ્રદર્શિત કરીને હાલ ચાલુ 5જી પરીક્ષણો દરમિયાન ટેકનોલોજીકલ સીમાચિહ્ન હાંસલ કરવાની જાહેરાત કરી હતી.

વીએ નવી રેકોર્ડ સ્પીડ સ્વતંત્ર માળખા અને એનઆર-ડીસી (ન્યૂ રેડિયો-ડ્યુઅલ કનેક્ટિવિટી) સોફ્ટવેર માટે એરિક્સ્સન મેસિવ મિમો રેડિયો, એરિક્સ્સન ક્લાઉડ નેટિવ ડ્યુઅલ મોડ 5જી કોરનો ઉપયોગ કરીને મિડ-બેન્ડ અને હાઇ-બેન્ડ (એમએમવેવ) 5જી ટ્રાયલ સ્પેક્ટ્રમ પર હાંસલ કરી હતી.

5જી સ્વતંત્ર એનઆર-ડીસી સોફ્ટવેર સાથે એનાં વાણિજ્યિક નેટવર્ક પર 5જી સ્થાપિત થયા પછી ઉપભોક્તાઓ અને ઉદ્યોગસાહસો માટે વી લેટેન્સી-સેન્સિટિવ અને અતિ કાર્યદક્ષ ઉપયોગિતા પ્રદાન કરી શકે છે, જેમ કે એઆર/વીઆર અને 8કે વીડિયો સ્ટ્રીમિંગ તેમજ નવીન યુઝ કેસો.

અગાઉ પૂણેમાં પોતાના 5જી પરીક્ષણો અને યુઝ કેસો દર્શાવવા દરમિયાન વીએ 4જીબીપીએસથી વધારે સ્પીડ પ્રદર્શિત કરી હતી. 5.92 જીબીપીએસની નવી રેકોર્ડ સ્પીડ પરીક્ષણો માટે સરકારે ફાળવેલા 5જી સ્પેક્ટ્રમનો ઉપયોગ કરીને હાંસલ થઈ છે.

આ સીમાચિહ્નરૂપ સફળતા પર વીના ચીફ ટેકનોલોજી ઓફિસર જગ્બીર સિંઘે કહ્યું હતું કે, “પરીક્ષણે દર્શાવ્યું છે કે, વી નવી 5જી આધારિત એપ્લિકેશન્સ માટે સતત પરીક્ષણ અને તૈયારી કેવી રીતે કરે છે,

જે 5જીની લૉ લેટન્સી, વિશ્વસનિય અને ઊંચી સ્પીડ પર નિર્ભર હશે. સંપૂર્ણ મીડિયા અને વીડિયો સ્ટ્રીમિંગ સેવાઓ માટે ઉપભોક્તાની વધતી માગને ધ્યાનમાં રાખીને અમે દર્શાવેલી 5જી સ્પીડ અમને મોબાઇલ બ્રોડબેન્ડ સ્પીડ અને ગ્રાહકોની નેટવર્કની ક્ષમતાની વધારે જરૂરિયાત માટે તૈયાર કરવામાં મદદરૂપ થશે, કારણ કે અમે ભારતમાં ‘ઉજ્જવળ ભવિષ્ય માટે 5જી’ માટે સજ્જ છીએ.”

વીએ એના યુઝર્સ માટે ઉજ્જવળ ભવિષ્ય માટે નવી ટેકનોલોજીઓ અને જોડાણોના ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જે કંપનીને પૂણે અને ગાંધીનગરમાં ઉદ્યોગસાહસો અને નાગરિકોને સ્માર્ટર બનાવવા 5જી પરીક્ષણો દરમિયાન 5જીના યુઝ કેસની વિવિધ રેન્જ પ્રદર્શિત કરવા તરફ દોરી ગયું છે.

એરિક્સ્સનમાં વી કસ્ટમર યુનિટના વાઇસ પ્રેસિડન્ટ અને હેડ અમરજીત સિંઘે કહ્યું હતું કે, “એરિક્સ્સનના 5જી સ્વતંત્ર એનઆર-ડીસી સોફ્ટવેર અને ક્લાઉડ-નેટિવ ડ્યુઅલ-મોડ 5જી કોરનો ઉપયોગ કરીને 5.92 જીબીપીએસની ડાઉનલોડ સ્પીડનું આ ટેકનોલોજી સીમાચિહ્ન ભારતની એમએમવેવ સાથે સ્વતંત્ર ધોરણે 5જીમાં પરિવર્તનની સફરનું પ્રતિનિધિત્વ કરે છે.

અમારા 121 લાઇવ નેટવર્કમાં આંતરરાષ્ટ્રીય 5જી ટેકનોલોજીની સ્થાપનાને આધારે અમને ખાતરી છે કે અમે વી જેવા ગ્રાહકોને તેમના નેટવર્કને 5જીમાં બદલવામાં મદદરૂપ થઈ શકીએ.”

એરિક્સ્સન મોબિલિટી રિપોર્ટની નવેમ્બર, 2021ની એડિશનમાં જણાવ્યા મુજબ, ભારતમાં વર્ષ 2027 સુધી તમામ મોબાઇલ સબસ્ક્રિપ્શનમાં 39 ટકા હિસ્સો 5જીનો હશે એવી અપેક્ષા છે. દુનિયાભરમાં વર્ષ 2027 સુધી 5જી મુખ્ય મોબાઇલ એક્સેસ ટેકનોલોજી બની જવાના માર્ગે અગ્રેસર છે.

આ સમયગાળા સુધી દુનિયાભરમાં તમામ મોબાઇલ સબસ્ક્રિપ્શનમાં 5જી આશરે 50 ટકા હિસ્સો ધરાવશે એવી ધારણા છે – જે દુનિયાની 75 ટકા વસ્તીને આવરી લેશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્માર્ટફોનમાં 62 ટકા હિસ્સો ધરાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.