Western Times News

Gujarati News

ભારતીય ખેડૂતોનું ઉત્પાદન વિશ્વને મદદ કરી રહ્યું છેઃ નરેન્દ્ર સિંહ તોમર

The Union Minister for Rural Development, Panchayati Raj, Drinking Water & Sanitation and Urban Development, Shri Narendra Singh Tomar addressing at the launch of the Swachh Sarvekshan (Gramin)- 2017, in New Delhi on August 08, 2017.

નવીદિલ્હી, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રે કોરોના રોગચાળા દરમિયાન ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. ઉદ્યોગ સંગઠન ઇફકો દ્વારા આયોજિત ‘૮માં ઈન્ડિયા માઈઝ સમિટ ૨૦૨૨’ને સંબોધતા નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું, કે કોરોના રોગચાળા દરમિયાન ખેડૂતોએ બમ્પર અનાજનું ઉત્પાદન કર્યું હતું.

જ્યારે સરકારે ડાંગર અને ઘઉંના પાકનું ઉત્પાદન વધારીને રેકોર્ડ ખરીદી કરી હતી. તેમણે કહ્યું કે વર્તમાન સમયગાળામાં ભારતની કૃષિ પેદાશોની નિકાસ પણ રૂ. ૪ લાખ કરોડને પાર કરી ગઈ છે, જે પ્રોત્સાહક છે.

તોમરે જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ વચ્ચે વૈશ્વિક માંગ વધી હોવાથી ભારત મોટા પાયે ઘઉંની નિકાસ કરી રહ્યું છે. સાથે જ તેમણે કહ્યું કે, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ દરમિયાન ભારતીય ખેડૂતોનું ઉત્પાદન વિશ્વને ઉપયોગી થઈ રહ્યું છે.

કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, ભારત કૃષિ પર આધારિત છે. દેશની મોટાભાગની વસ્તી ખેતી પર ર્નિભર છે. તેમણે કહ્યું હતું કે, કૃષિ ક્ષેત્રની ઉચ્ચ વૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે આ ક્ષેત્રમાં રોકાણ વધારવાની અને આધુનિક તકનીકો રજૂ કરવાની જરૂર છે. કૃષિ મંત્રીએ કહ્યું કે, ખેડૂતોની આવક બમણી કરવાના પ્રયાસો કરતી વખતે સરકારે પીએમ કિસાન સહિત ઘણા સુધારા કાર્યક્રમો શરૂ કર્યા છે.

આ પરિષદમાં મકાઈની ખેતી વિશે બોલતા કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે, મકાઈની જરૂરિયાત અને ઉપયોગિતા વિશે સૌ કોઈ જાણે છે. ઘઉં અને ચોખા પછી મકાઈ એક એવો પાક છે, જે સૌથી વધુ ઉગાડવામાં આવે છે. ખાદ્ય અનાજની સાથે, તે મરઘાંના ખોરાક, ઇથેનોલમાં પણ જાેવા મળે છે. તે બહુમુખી પાક છે.

તેમણે કહ્યું કે, ભારત સરકાર અત્યારે પાકમાં વૈવિધ્યકરણની વાત કરે છે ત્યારે અમે ઘઉં અને ડાંગરના ખેડૂતો મકાઈના પાક તરફ આકર્ષાય તેની ખાતરી કરીએ છીએ.

મકાઈના સારા ભાવ મેળવવા, મકાઈ આધારિત પ્રોસેસિંગને પ્રોત્સાહન આપવાના હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તે જ સમયે, કૃષિ મંત્રાલય દ્વારા એમએસપી વધારવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.