ટ્વીટરના સીઈઓ પવન અગ્રવાલે ટોચના બે અધિકારીઓને હટાવ્યા

વોશિંગ્ટન, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્વટરના સીઈઓ પરાગ અગ્રવાલે કંપનીના ૨ ટોચના અધિકારીઓને હટાવી દીધા છે અને કંપનીમાં નવી નિમણૂકો પર પ્રતિબંધ મૂક્યો છે.
ટિ્વટરે ગુરૂવારે આ અંગે પુષ્ટિ કરી હતી કે, ૨ વરિષ્ઠ અધિકારીઓને હટાવી દેવાની પ્રક્રિયા આગળ વધી રહી છે અને કંપનીમાં મોટાભાગની ભરતી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ કાર્યવાહી ત્યારે થઈ છે જ્યારે એલોન મસ્ક આ વૈશ્વિક મેસેજિંગ પ્લેટફોર્મના નવા માલિક બનવા તરફ પ્રયાણ કર્યું છે.
ટિ્વટરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કંપનીના સંશોધન, ડિઝાઈન અને એન્જિનિયરિંગ વિભાગનું નેતૃત્વ કરતા જનરલ મેનેજર કાયવાન બેકપોર અને પ્રોડક્ટ હેડ બ્રુસ ફાલ્ક બંને પદ છોડી રહ્યા છે. આ દરમિયાન બેકપોરે કહ્યું હતું કે, તેમને સૈન ફ્રાંસિસ્કો સ્થિત ટેક કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.
તેમણે ટિ્વટ કર્યું હતું કે, સત્ય એ છે ટિ્વટર છોડવાની કલ્પના ક્યારે અને કેવી રીતે થઈ મને ખબર નથી પરંતુ આ મારો ર્નિણય નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે, ટિ્વટરના પ્રમુખ પરાગ અગ્રવાલે મને તે જણાવ્યા બાદ મારૂં પદ છોડવાનું કહ્યું હતું કારણ કે, તે ટીમને અલગ દિશામાં લઈ જવા માંગે છે.
ટિ્વટરએ પણ પુષ્ટિ કરી છે કે, તે આ સપ્તાહમાં પ્રભાવી, વ્યવસાયિક મહત્વપૂર્ણ ભૂમિકાઓ સિવાય તમામ ભરતીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ટિ્વટર ખરીદવા માટે એલોન મસ્કના ૪૪ અબજ ડોલરનો સોદોની જાહેરાત ગયા મહીને કરવામાં આવી હતી પરંતુ તેને હજુ પણ શેરધારકો અને નિયમનકારોના સમર્થનની જરૂર છે. આ સંપાદન ૨૦૨૨ના અંત સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.SSS