Western Times News

Gujarati News

અમદાવાદમાં કોમર્શિયલ રિયલ એસ્ટેટમાં જોરદાર બાઉન્સબેક

અમદાવાદ,  રિયલ એસ્ટેટના સૌથી મહત્ત્વના બજારોમાં અમદાવાદની ગણના થાય છે અને અત્યારે રિયલ્ટી ઉદ્યોગ જાેમમાં છે. કોવિડના કારણે બે વર્ષ સુધી માર સહન કર્યા પછી રિયલ્ટી માર્કેટમાં સુધારો થયો છે. ખાસ કરીને અમદાવાદમાં કોમર્શિયલ રિયલ એસ્ટેટમાં બાઉન્સબેક જાેવા મળ્યો છે. કોમર્શિયલ રિયલ્ટીમાં ઇન્વેન્ટરીમાં ઘટાડો અને માંગમાં વધારાના કારણે તેજી જાેવા મળી છે.

ગેહાડ-ક્રેડાઈના જણાવ્યા પ્રમાણે આગામી ચાર મહિનામાં અમદાવાદમાં ઓછામાં ઓછા ૫૦ નવા કોમર્શિયલ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવશે. તેના કારણે શહેરમાં કોમર્શિયલ સ્પેસમાં લગભગ ૮૦ લાખ ચોરસ ફૂટનો ઉમેરો થશે. આ પ્રોજેક્ટ પાછળ ડેવલપર્સ ૫૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાના છે.

કોવિડ-૧૯ પછી અમદાવાદના રિયલ્ટી માર્કેટમાં કેવો ટ્રેન્ડ છે તે સમજાવતા ગાહેડ-ક્રેડાઈના પ્રેસિડન્ટ તેજસ જાેશીએ જણાવ્યું કે, “૨૦૨૦ના લોકડાઉન પછી કોમર્શિયલ રિયલ એસ્ટેટ માટે માગમાં ભારે ઘટાડો થયો હતો. કારણ કે વધુને વધુ લોકો ઘરમાંથી કામ કરવા માંગતા હતા.

ઘણી રેસ્ટોરન્ટ અને બીજી સર્વિસ ઇન્ડસ્ટ્રીની કંપનીઓના પ્રિમાઈસિસ બંધ થઈ ગયા હતા. તેના કારણે ડેવલપર્સે નવા શરૂ કરાયેલા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટને રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં રૂપાંતરિત કરવા પડ્યા હતા.

જાેકે, કોવિડની ત્રીજી લહેર પછી કોમર્શિયલ રિયલ્ટી બજારમાં બાઉન્સબેકઆવ્યો છે. નવી અને વધુ સ્પેસ ધરાવતી ઓફિસની માંગમાં વધારો થયો છે ત્યારે કોમર્શિયલ સ્પેસ માટે ડિમાન્ડ વધવાથી નવા પ્રોજેક્ટ લોન્ચ થઈ રહ્યા છે.

ગુજરાતમાં હવે ૪૧ માળની એક બિલ્ડિંગ બની રહી છે જે રાજ્યની સૌથી ઉંચી ઈમારત હશે અને તે કોમર્શિયલ ટાવર હશે. ઇન્ડસ્ટ્રીના લોકોનું માનવું છે કે ઓફિસ અને રિટેલ સ્પેસ બંનેની માંગ વધી છે.

૫૦૦થી ૧૫૦૦ ચોરસ ફૂટની ઓફિસ સ્પેસ અત્યારે ડિમાન્ડમાં છે તેમ ડેવલપર્સનું કહેવું છે. ક્રેડાઈ-ગાહેડ, અમદાવાદના સેક્રેટરી વિરલ શાહે જણાવ્યું કે, કોમર્શિયલ રિયલ એસ્ટેટ માટે ઓછી ડિમાન્ડ હતી ત્યારે ઓફિસની માંગ ઘટી હતી. પરંતુ ૨૦૨૨ની શરૂઆતથી ઓફિસ લિઝિંગ બિઝનેસમાં વેગ આવ્યો છે.

માંગને પહોંચી વળવા માટે કેટલાક નવા કોમર્શિયલ પ્રોજેક્ટની યોજના છે. અમદાવાદમાં કોમર્શિયલ રિયલ એસ્ટેટની ડિમાન્ડ વધવાનું એક કારણ ઇન્વેન્ટરીમાં ઘટાડો પણ છે. કોવિડ વખતે કોઈ કોમર્શિયલ પ્રોજેક્ટ લોન્ચ થયા ન હતા, તેથી સપ્લાય ઓછો છે અને ડિમાન્ડમાં વધારો થયો છે. હાલમાં બેન્કિંગ સેક્ટર, ફિનટેક કંપનીઓ, ફાર્મા અને આઈટી ઇન્ડસ્ટ્રી દ્વારા ઇન્વેસ્ટમેન્ટમાં વધારો થયો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.