Western Times News

Gujarati News

લગ્નના ગરબા ગાતા હાથ અડ્યો તો ગળું દબાવી કરી નાંખી યુવકની હત્યા

પ્રતિકાત્મક

આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ

અમદાવાદ, શહેરમાં દિવસેને દિવસે ક્રાઇમની ઘટના વધી રહી છે. ત્યારે શહેરના વટવા વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં નજીવી બાબતે તકરાર થયા બાદ હત્યાની ઘટના સામે આવી છે. આ અંગે વટવા પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવહી હથ ધરી છે. નોંધનીય છે કે, જેની હત્યા થઇ છે તે ૨૦ દીવસની દીકરીનો પિતા હતો.

પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, પોલીસે પકડેલા આરોપીનું નામ મહેશ બેચરજી ઠાકોર છે. વટવા વિસ્તારમાં આવેલા મોટા ઠાકોર વાસમાં રહેતા અજય ઠાકોર તેના ભાઈ અને સગા સંબંધીઓ સાથે પડોસમાં રહેતા ભરત ઠાકોરની દીકરીના લગ્ન પ્રસંગ પહેલા રાખેલા ગરબાના કાર્યક્રમમાં ગયા હતા.

જ્યાં ઠાકોર વાસમાં રહેતા મહેશ ઠાકોર પણ ગરબા ગાવા આવ્યો હતો. ગરબા દરમિયાન અજયનો હાથ મહેશને લાગ્યો હતો. જેને લઇને મહેશે અજયને ગાળો આપીને ગરબા પૂર્ણ થયા બાદ જાનથી મારી નાંખવાની ઘમકી આપી હતી. ગરબાનો કાર્યક્રમ પત્યા પછી અજય ઘરે જઈ રહ્યો હતો.

ત્યારે રાતના ૧.૩૦ વાગ્યાની આસપાસ જાેગણી માતાના મંદિર પાસે ગરબાની વાતને લઇને મહેશે અજય સાથે ઝઘડો કર્યો હતો. તેમણે એકબીજા સાથે મારામારી પણ કરી હતી. ત્યારે મહેશે થોડીવાર અજયનું ગળું દબાવી રાખ્યુ હતુ. ત્યારે તેના ભાઈએ જિગ્નેશ અને દીપેશ વચ્ચે પડી બચાવીને તેને એલજી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા.

જાેકે, તબીબે તપાસતા અજયને મૃત જાહેર કર્યો હતો. અજયનું મોત થતા તેના ભાઈ જિગ્નેશ વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ વટવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

બે દિવસ પહેલા પણ માધુપુરા વિસ્તારમાં બુધવારે રાતના સમયે જન્મદિવસની ઉજવણી સમયે સ્કૂટરનુ હોર્ન વગાડવા બાબતે તકરાર થઇ હતી. જેમાં વાડીગામમાં રહેતા ચાર યુવકોએ એક યુવક પર તલવાર વડે હુમલો કર્યાની ઘટના બની હતી. જે અંગે માધુપુરા પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

બુધવારે દરિયાપુર વાડીગામમાં આવેલી મોટી કઠિયાવાડની ચાલીમાં રહેતા મિલન પટેલનો જન્મ દિવસ હોવાથી તે તેના મિત્રો સાથે રસ્તા પર જન્મદિવસની ઉજવણી કરી રહ્યો હતો. આ સમયે દરિયાપુરમાં જ રહેતો દીપક ડબગર ત્યાં આવીને સતત સ્કૂટરનું હોર્ન વગાડી રહ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.