ધનસુરામાં સુરક્ષા જવાન અને સુપરવાઈઝરની ભરતીનો કાર્યક્રમ યોજાયો
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા દિલ્હી અને સિક્યોરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ ઇન્ડિયા લિ.ના સહયોગ સુરક્ષા જવાન અને સુપરવાઈઝરની ભરતીનું ધનસુરા સહિત જિલ્લામાં વિવિધ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું હતું.
ધનસુરા માં જે.એસ. મહેતા હાઈસ્કૂલ ખાતે સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઈઝર ની ભરતી નો કાર્યક્રમ યોજાયો હતો.જેનાથી યુવાનોને નોકરી ની તક મળશે.આ ભરતીમાં લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારો ડોક્યુમેન્ટ સાથે મોટી સંખ્યા માં ઉપસ્થીત રહ્યા હતા.
જિલ્લામાં ૫ દિવસ માં વિવિધ જગ્યાએ યોજાયેલ કાર્યક્રમ માં ૩૫૦ થી વધુ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી પાસ થનાર ઉમેદવારો ને રીજનલ ટ્રેનિંગ સેન્ટર માણસા ખાતે ટ્રેનિંગ આપવામાં આવશે ત્યારબાદ સિલેક્ટ થયેલ ઉમેદવારો ને ભારત સરકાર અને રાજ્ય સરકાર
અને પુરાતત્વ , બંદરગા, એરપોર્ટ, ઔધોગિક ક્ષેત્ર અને બેંકો સહિત વિવિધ જગ્યાએ નોકરી અપાશે સિલેક્ટ થયેલ ઉમેદવારો ને પગાર,પ્રમોશન બોનસ સહિત ની સુવિધાઓ અપાશે આ ભરતી માં ઉપસ્થિત ભરતી અધિકારી મૃત્યુંજય કુમારે જિલ્લા વહીવટી તંત્ર નો સહકાર આપવા બદલ આભાર માન્યો હતો.