એમ્બ્યુલન્સ લખેલી કારમાંથી લાખોનો દારૂનો જથ્થો ઝડપાયો
મોડાસા, મોડાસા રૂરલ પોલીસે દારૂની હેરાફેરી અટકાવવા અંતરીયાળ વિસ્તારોમાં નાઈટપેટ્રોલીગ સઘન બનાવતા રાજસ્થાન પાસીગની એમ્બયુલન્સ લખેલી ગાડી વિદેશી દારૂ ભરી જીવણપુર સરડોઈ થી અમદાવાદ તરફ જવાની બાતમી મળતા પોલીસે નાકાબંધી કરી વાંટડા-લાલપુર નજીકથી એમ્બ્યુલન્સને અટકાવી
તલાસી લેતા કારમાંથી ૧.પ૮ લાખનો વિદેશી દારૂ મળી આવતા પોલીસે એમ્બ્યુલન્સ ચાલક હરીસિંહ સોહનસિંહ રાઠોડે રહે. રાજસ્થાન અને સગીરને દબોચી લઈ રૂા.૪.૬૬ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એમ્બ્યુલન્સમાં વિદેશી દારૂ ભરી આપનાર નરેશ શર્મા રહે.
ટીકર રાજ અને વિદેશી દારૂ મંગાવનાર અમદાવાદના બુટલેગર સામે પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. હવે બુટલેગરો પોલીસને થાય આપવા એમ્બ્યુલન્સ લખેલી ગાડીમાં દારૂની ખેપ મારવા લાગતા મોડાસા રૂરલ પોલીસને બાતમી મળતા વાંટડાલાલપુર રોડ પર નાકાબંધી કરી એમ્બ્યુલન્સમાંથી ૧.પ૮ ના દારૂ સાથે એમ્બ્યુલન્સ ડ્રાઈવર અને એક સગીર ખેપીયાને દબોચી લીધો હતો.