સંજુબાબાને મળવા અમદાવાદની કેન્સર પેશન્ટ મુંબઈ પહોંચી, બાબાએ કહ્યું ભગવાન તમારું બધું સારું કરે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/04/Sanjay-Dutt.png)
બે વર્ષથી બાળકો સાથે દુબઈમાં એકલી રહે છે માન્યતા દત્ત
બાળકો દુબઈમાં ભણી રહ્યા છે, તે વાતની ખુશી: સંજય
મુંબઈ, સંજય દત્ત તેમની અપકમિંગ પ્રોજેક્ટ્સનું કમિટમેન્ટ પૂરું કરવા માટે નોન-સ્ટોપ કામ કરી રહ્યા છે. એક્ટર યશ અને રવીના ટંડન સાથેની તેમની ફિલ્મ KGF ચેપ્ટર ૨ને વર્લ્ડવાઈડ જબરદસ્ત રિસ્પોન્સ મળતાં બોક્સઓફિસ પરના રેકોર્ડ તોડી નાખ્યા છે. હવે, તેમની કેટલીક અન્ય ફિલ્મો પણ રિલીઝ થવા માટે તૈયાર છે. પ્રોજેક્ટમાં કામ કરવા દરમિયાન, તેઓ તેમના બાળકો સાથે રહેવા માટેનો સમય પણ શોધી રહ્યા છે. તેમના ૧૧ વર્ષના ટિ્વન્સ બાળકો- દીકરો શાહરાન અને દીકરી ઈકરા છેલ્લા બે વર્ષથી દુબઈમાં રહે છે. એક્ટર-પ્રોડ્યૂસર તેમના પરિવાર સાથે સમય પસાર કરવા માટે અવરજવર કરતાં રહે છે.
આ વિશે વાત કરતાં એક્ટરે જણાવ્યું હતું કે, ‘મારા બાળકો ત્યાં ભણી રહ્યા છે, તેની મને ખુશી છે. મારી પત્ની માન્યતાએ પણ પોતાનો બિઝનેસ ત્યાં સેટ કરી દીધો છે. હકીકતમાં જ્યારે હું અહીંયા પ્રોફેશનલ કમિટમેન્ટ સાથે સંકળાયેલો નહોતો ત્યારે મેં તેમની સાથે ઘણો સમય પસાર કર્યો હતો. હું આવ-જા કરતો રહું છું. તેમના ઉનાળાના વેકેશનમાં ફરીથી તેમની સાથે રહેવા માટે જઈશ. ત્યાં જ્યાં હશે ત્યાં હું જઈશ’. સંજય દત્તના બાળકો પહેલું લોકડાઉન થયું તે પહેલાથી, વર્ષ ૨૦૨૦થી દુબઈમાં છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું અહીંની સ્પોટલાઈટથી દૂર રાખવા માટે તેમને ત્યાં શિફ્ટ કરવાનું પ્લાનિંગ હતું, ત્યારે તેમણે કહ્યું હતું કે. ‘તેઓ ખરેખર અહીં રહી શક્યા હોત. પરંતુ મેં જાેયું કે તેમને ત્યાં વધારે મજા આવે છે.
તેમને તેમની સ્કૂલ અને એક્ટિવિટી ગમે છે. મારી પત્નીનો બિઝનેસ પણ ત્યાં છે. અમે બધાં અહીંયા મોટા થયા છીએ અને ફિલ્મ બિઝનેસની આસપાસ રહેવાની મજા આવે છે. અમારા બધાનો અહીં ઉછેર થયો. તેમને ત્યાં મોકલવા તે પૂર્વ આયોજિત ર્નિણય નહોતો. માન્યતા ત્યાં દુબઈમાં તેનો બિઝનેસ કરી રહી હતી, તે સફળ થયો અને તે ત્યાં જતી રહી, બાળકો પણ તેની સાથે ગયા’. સંજય દત્તને બાળકો સાથે સમય વિતાવવાનો કેટલો શોખ છે તે જાેતાં, મુંબઈમાં તેમને આખો દિવસ આસપાસ ન જાેવા તે તેમના માટે ઘણું કઠિન હશે. ‘તેમને ત્યાં જાેઈને મને ખુશી થાય છે. મારી દીકરી પિયાનો શીખી રહી છે. આ સિવાય તે સારી સ્પ્રિન્ટર પણ છે અને જિમ્નાસ્ટિક પણ સારુ કરે છે. મારો દીકરો પ્રોફેશનલ ફૂટબોલ ટીમ માટે રમે છે. તેમની ખુશી મારા માટે બધા કરતાં ઉપર છે’, તેમ સંજય દત્તે અંતમાં કહ્યું હતું.SSS