ખેડબ્રહ્માના ગામે ગાય અને વાછરડાને ઘાયલ કરનાર વાંદરો પાંજરે પુરાયો
ખેડબ્રહ્મા તાલુકાના અંબાજી હાઈવે પર આવેલ મટોડા ગામે એક વાનરે બે ગાય તથા વાછરડીને ઘાયલ કરતાં ગામ લોકોએ ખેડબ્રહ્મા ફોરેસ્ટ વિભાગના આર.એફ.ઓ.શ્રી જે.પી. ચાવડા સાહેબને જાણ કરતા તેમણે મટોડા ખાતે વાંદરા પકડવાનું પાંજરું મુકી અંદર શાકભાજી ફળો તથા અન્ય વસ્તુ મુકતા આ વાંદરો પાંજરે પૂરાયો હતો. વનવિભાગના આર.એફ.ઓ.એમ. ડી. ડામોર,એ.આર. રાઠોડ, એ. આર. વીહોલ તથા બી.બી.પટેલ વિગેરે હાજર રહ્યા હતાં.