પ્રા.શાળાના લાભો આપવાના બદલે શિક્ષકને શિસ્ત ભંગ બદલ નોટીસ આપી
ઉલ્ટા ચોર કોટવાલકો ડાંટે:મેઘરજની વૈડી પ્રા.શાળાના અટકેલ લાભો આપવાના બદલે શિક્ષકને શિસ્ત ભંગ બદલ નોટીસ આપી દબાવવાનો પ્રયાસ કરાતા શિક્ષક આલમમાં રોષ
અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના વૈડી પ્રા.શાળાના શિક્ષકને છેલ્લા આઠ વર્ષથી અટકેલ ઈજાફા અને લાભો આપવામાં શિક્ષણ વિભાગ નિષ્ફળ રહેતા શિક્ષક પોતાના અટકેલ ઈજાફા અને લાભો મેળવવા તાલુકાની અને જીલ્લાની કચેરીએ વારંવાર પુરાવા સાથે લેખિત રજુઆતો કરી હોવા છતા લાભો ન મળતા લાભ મેળવવા લેખિત રજુઆત કરતા શિક્ષકને શિસ્તભંગની નોટીસ આપી લાભ આપવાના બદલે શિક્ષકને દબાવવાનો પ્રયાસ કરતા શિક્ષક આલમમાં ભારે રોષ ફેલાયો છે.
વૈડી પ્રા.શાળાના ઉ.શિક્ષક સિધ્ધરાજ રામસિંહ ખોખરીયાને વર્ષ ૨૦૦૨ માં અગમ્યકારણોસર કપાત પગારી રજાની જરુર પડતા રજા મંજુરી માટે આચાર્યને રજા રીપોર્ટ આપ્યો હતો. જે રીપોર્ટ આચાર્ય ધ્વારા તાલુકા કેળવણી નિરક્ષકને મોકલવામાં આવ્યૌ હતો જે રીપોર્ટના આધારે તા.કે.નિરક્ષકની વધુ દિવસની રજા મંજુર કરવાની સત્તા ન હોવા છતા દિન-૨૪૬ દિવસની રજા મંજુર કરી દેતા તંત્રના વાંકે શિક્ષકના ઈજાફા,ઉતચ્ચતર પગાર અને અન્ય આર્થિક લાભો મળવાના બંધ થઈ જતા શિક્ષકે અટકેલ ઇજાફા અને લાભો મેળવવા માટે પુરાવા સહીત વારંવાર વીસેક વખત લેખિત અને વારંવાર મૌખીક રજુઆતો કરવા છતા લાભો ન મળતા તેમજ રજુઆતોનો કોઈ પ્રત્યુતર ન મળતા અંતે શિક્ષકે ન્યાય મેળવવા માટે કોર્ટનો સહારો લઈ વકીલ મારફતે તા.શિક્ષણાધિકારીને નોટીસ આપી જવાબ રજુ કરવા જણાવાયુ હતુ.
જે નોટીસના પ્રત્યુતરમાં શીક્ષકને નોટીસનો જવાબ અને અન્ય એક શિસ્ત ભંગની નોટીસ આપી શિક્ષક ઊપર શિસ્ત અને અપીલની નિયમોનુસાર કાર્યવાહી કરવાનુ જણાવી શિક્ષકને લાભો આપવાના બદલે શિસ્તભંગની નોટીસ આપી શિક્ષકને દબાવવાનો પ્રયાસ કરાતા મેઘરજ શિક્ષણ શાખા કચેરીની મનસ્વિ કામગીરીથી શિક્ષક આલમમાં ભારે રોષ ફેલાયો છે.
દિલીપ પુરોહિત. બાયડ