Western Times News

Gujarati News

ક્રાઈમબ્રાન્ચે શાહીબાગ કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફીસમાંથી US જતું 2.95 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યુ

Youngster drugs addiction

પ્રતિકાત્મક

અમદાવાદ, અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ અને કસ્ટમ વિભાગે શાહીબાગ કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી 2.95 કરોડનું યુએસએ જતું ડ્રગ્સનું પાર્સલ ઝડપી લીધું હતું. રાજસ્થાનના યુવકે તેના મિત્રને નવસારી પોસ્ટ મોકલેલું પાર્સલ વાયા મહારાષ્ટ્રથી યુએસએ મોકલવા જણાવ્યું હતું.

જોકે નવસારીના યુવકને પાર્સલ પોસ્ટ કર્યા બાદ શંકાસ્પદ લાગતા ક્રાઈમબ્રાન્ચને જાણ કરી હતી. જેના આધારે પોલીસ અને કસ્ટમ વિભાગે 590 ગ્રામ કેટામાઈન હાઇડ્રોક્લોરાઈડનો રૂ.2.95 કરોડનો જથ્થો જપ્ત કર્યો હતો.

પોલીસ તપાસમાં ખૂલેલી વિગત રાજસ્થાન પુષ્કરના સોનુ ગોયલે તેના નવસારી ખાતે રહેતા મિત્ર સુરેશ યાદવને ગત તા.4 મેના રોજ પાર્સલ મોકલ્યું હતું. આ પાર્સલ યુએસએ મોકલવા સોનુએ સુરેશને જણાવ્યું હતું.

સુરેશે આ પાર્સલ નવસારી પોસ્ટ ઓફિસથી યુએસએ મોકલવા પોસ્ટ કર્યું હતું. જોકે સુરેશને પાર્સલમાં ડ્રગ્સ હોવાની શંકા જતા તેને ક્રાઇમબ્રાન્ચને ગત તા7મી મેન રોજ જાણ કરી હતી.

ક્રાઇમબ્રાન્ચે આ મામલે ગત તા.7મી મેના રોજ ડે. કમિશનર ઓફ ફોરેન કસ્ટમને આ કામે તપાસ કરવા જાણ કરી હતી. જે મુજબ ગત તા.10મીના રોજ શાહીબાગ કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસમાં તપાસ કરી સોનુ ગોયલે મોકલેલા પાર્સલને ચેક કરવામાં આવ્યું હતું.

જેમાંથી 590 ગ્રામ કેટામાઇન હાઇડ્રોક્લોરાઈડ હોવાનું ખુલ્યું હતું. આરોપી સોનુના કહેવાથી સુરેશ યાદવે આ પાર્સલ નવસારી પોસ્ટ ઓફિસમાંથી મેડરલેન્ડ, કોલોરાડો,યુએસએ ખાતે મોકલવા પોસ્ટ કર્યું હતું. જોકે સુરેશને ડ્રગ્સ હોવાની શંકા જતા તેને પોલીસને જાણ કરતા કરોડોની કિંમતનું ડ્રગ્સ પકડાયું હતું.પોલીસે આ મામે સોનુ ગોયલની શોધખોળ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.