Western Times News

Gujarati News

ઓરિસ્સાના પૂર્વ ધારાસભ્ય પાસેથી ૧૩૩ કરોડ રૂપિયા મળ્યા: ૮૦ લાખ રોકડા

odishabytes.com

ભુવનેશ્વર, લોકોને બે ટંક જમવાનું નસીબ થતું નથી અને રાજકીય નેતા અને સરકારી અધિકારીઓ કરોડો રૂપિયાનું ધન ભેગું કરી રહ્યા છે. ઓડિશામાં એક અપક્ષ ધારાસભ્યને ત્યાં દરોડો પાડ્યો તો ૭૦ લાખ રૂપિયા રોકડા અને ૧૩૩ કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝીટ મળી આવી છે.

સેન્ટ્રલ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ ઓડિશાના ભૂતપૂર્વ ધારાસભ્ય જિતેન્દ્ર નાથ પટનાયકના સ્થળો પર દરોડા પાડ્યા અને ૭૦ લાખ રૂપિયાની રોકડ અને ૧૩૩.૧૭ કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ જપ્ત કરી છે. આ સિવાય ઈડીએ તપાસ સાથે જાેડાયેલા મહત્વપૂર્ણ દસ્તાવેજાે અને ડિજિટલ પુરાવા જપ્ત કર્યા છે. પટનાયક ચંપુઆ વિધાનસભા સીટથી અપક્ષ ધારાસભ્ય હતા.

ઓડિશાની વિજિલન્સ ટીમ દ્વારા કેસ નોંધ્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવેલી ચાર્જશીટના આધારે ઈડ્ઢએ તપાસ આગળ ધપાવી ત્યારે સફળતા મળી હતી. ઓડિશાની વિજિલન્સ ટીમે નવેમ્બર ૨૦૦૯માં પટનાયક વિરુદ્ધ ગેરકાયદેસર માઇનીંગનો કેસ નોંધ્યો હતો.

જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વર્ષ ૧૯૯૯ થી ૨૦૦૯ દરમિયાન જીતેન્દ્ર નાથ પટનાયકે ગેરકાયદેસર ખનન કર્યું હતું, જેના કારણે સરકારને કુલ ૧૩૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. કેસની તપાસ કર્યા પછી, ઓડિશા વિજિલન્સ ટીમે ૨૦૧૩ માં ચાર્જશીટ પણ દાખલ કરી હતી, જેના પર ઈડ્ઢએ મની લોન્ડરિંગનો કેસ નોંધીને તેની તપાસ શરૂ કરી હતી.

ઓડિશા વિજિલન્સ ટીમે ૧૩ વર્ષ પહેલાં જિનેન્દ્ર નાથ પટનાયક સહિત કુલ ૧૫ લોકો સામે કેસ નોંધ્યો હતો, જેમાંથી એક આરોપીનું મૃત્યુ થયું છે.

એફઆઇઆર મુજબ, પૂર્વ ધારાસભ્યના પિતા બંસીધર પટનાયક પાસે ઓડિશામાં મેગ્નેશિયમ અને આયર્ન ખાણમાંથી ખાણકામનું લાઇસન્સ હતું. જે તેમને વર્ષ ૧૯૫૯માં ૨૦ અને ૩૦ વર્ષ માટે આપવામાં આવ્યું હતું.

પરંતુ ૧૯૬૭માં જિતેન્દ્ર નાથ પટનાયકના પિતા બંસીધર પટનાયકે મેગ્નેશિયમ માઈનિંગ લીઝ છોડી દીધી જે ૨૦ વર્ષ માટે હતી પરંતુ લોખંડ ખાણની લીઝ ચાલુ રાખી હતી.લીઝની મુદત પૂરી થઈ તે પહેલા જિતેન્દ્ર નાથ પટનાયકે તેમના પિતા વતી ફરીથી લીઝ માટે અરજી કરી હતી, પરંતુ ત્યારબાદ વર્ષ ૧૯૯૫માં તેમના પિતા બંસીધરનું અવસાન થયું હતું.

એવો આરોપ છે કે જીતેન્દ્રનાથ પટનાયકના પિતા દ્વારા લીઝ લંબાવવા માટે આપવામાં આવેલી વિલ અને ખાણકામ માટે ૨૦ વર્ષની મંજૂરી માટે ફરીથી કરાયેલી અરજી નિયમોની વિરુદ્ધ હતી.

તેમના પિતા વતી તેમના દ્વારા દાખલ કરવામાં આવેલ વિલને પણ કોર્ટે નકલી ગણાવ્યું હતું. એજન્સી દ્વારા દરોડા દરમિયાન જપ્ત કરાયેલી રોકડ અને ફિક્સ ડિપોઝિટ અંગે કહેવામાં આવ્યું છે કે ૧૩૦ કરોડનું નુકસાન જે સરકારી તિજાેરીને કરવામાં આવ્યું હતું, લગભગ એટલી જ રકમ આરોપીઓ પાસેથી વસૂલવામાં આવી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.