૨૦૧૯ આઈપીએલ મેચફિક્સિંગમાં સરકારી અધિકારીની સંડોવણી
નવી દિલ્હી, વિશ્વની સૌથી મોટી ટી-૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટ આઈપીએલમાં સટ્ટાબાજીના રિપોર્ટ વહેતા થતા હોય છે. જાેકે આઈપીએલ ૨૦૧૯માં મેચ ફિક્સિંગ થયું હોવાના અહેવાલ મળી રહ્યાં છે. આઈપીએલની ૨૦૧૯ સીઝનમાં મેચ ફિક્સિંગના તાર પાકિસ્તાનથી જાેડાયેલા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે.અહેવાલ અનુસાર સીબીઆઈએ ૨૦૧૯ની આઈપીએલ મેચોમાં સટ્ટાખોરીનો પર્દાફાશ કર્યો છે.
આઈપીએલ મેચોમાં સટ્ટા સિવાય મેચ ફિક્સિંગનું પણ રેકેટ બહાર આવ્યું છે. સીબીઆઈએ ૨૦૧૯ સીઝનમાં થયેલ આ ગેરરીતિ મુદ્દે બે કેસ નોંધ્યા છે.
કેન્દ્રિય તપાસ એજન્સી, સીબીઆઈએ આ કેસમાં ૩ વ્યક્તિઓની ધરપકડ કરી છે. સૂત્રોએ આપેલ માહિતી અનુસાર સીબીઆઈએ દિલ્હીમાં કાર્યરત એક નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો અને તેમાં ઉંડે ઉતરતા જાણવા મળ્યું છે કે આઈપીએલ મેચ ફિક્સિંગ અને સટ્ટાબાજી માટે ઈનપુટ પાકિસ્તાનથી મળી રહ્યાં હતા.
ચોંકાવનારી વાત એ છે કે આ તપાસમાં કેટલાક ભારતીય સરકારી અધિકારીઓનું પણ નામ ખુલ્યું છે. પાકિસ્તાનથી ઈનપુટને આધારે ભારતમાં આઈપીએલ મેચોમાં ૨૦૧૯માં સટ્ટો રમાતો હતો અને સરકારી અધિકારીઓ પણ તેમાં શામેલ હોવાનું ખુલ્યું છે.
સીબીઆઈએ દાખલ કરેલ પ્રથમ એફઆઈઆરમાં ત્રણ આરોપીઓ દિલીપ કુમાર ગુરનામ સતીષ અને ગુરનામ વાસુના નામ ખુલ્યાં છે. ૨૦૧૩થી આ ત્રણે સટ્ટાખોરી કરતા હોવાનો આક્ષેપ લાગ્યો છે. આ ત્રણેય આરોપીઓના એકાઉન્ટમાંથી ૧૦ કરોડના શંકાસ્પદ વ્યવહારો પકડ્યાં છે.
આ સિવાય બીજી એફઆઈઆરમાં સીબીઆઈએ ચાર વ્યક્તિઓ સજ્જન સિંઘ, પ્રભુ લાલ મીના, રામ અવતાર અને અમિત કુમાર શર્મા સીવાઈ સરકારી અધીકારી સામે આરોપો દાખલ થયા છે. ૨૦૧૦થી તેઓ આઈપીએલમાં સટ્ટો રમતા હતા. સીબીઆઈએ આ કેસમાં પણ રૂ. ૧૦ કરોડના શંકાસ્પદ વ્યવહારો ઝડપી પાડ્યાં છે.
મોડસ ઓપરેન્ડી જણાવતા સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું કે આ આરોપીઓ સામાન્ય જનતા પાસેથી આઈપીએલમાં સટ્ટો રમવા માટે પૈસા એકાઠા કરતા હતા. દેશભરમાંથી પૈસા એકત્ર કરવા માટે આ આરોપીઓએ ખોટા દસ્તાવેજાેના આધારે ખોટા નામ-સરનામા પર ફેક બેંક એકાઉન્ટ બનાવ્યા હતા અને આ એકાઉન્ટમાં પૈસા એકત્ર કરતા હતા.
કમાણીના પૈસા અરસપરસ વેચ્યા બાદ નક્કી કરેલ રકમ તેઓ હવાલા મારફતે વિદેશમાં મોક્લતા હતા અને અંતે તે પૈસા પાકિસ્તાન પહોંચતા હોવાનું સીબીઆઈ તપાસમાં ખુલ્યું છે.SSS