ઘઊંની નિકાસ પર પ્રતિબંધ સામે ખેડૂત સંગઠનોમાં રોષ

નવી દિલ્હી, ભારત સરકારે ઘઉંની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુક્યા બાદ ખેડૂત સંગઠનોમાં આ ર્નિણયને લઈને નારાજગી જાેવા મળી રહી છે. ભારતીય કૃષક સમાજ નામના સંગઠનના અધ્યક્ષ અજય વીર જાખડે કહ્યુ હતુ કે, સરકારના ર્નિણયથી ભારતના ખેડૂતોને વૈશ્વિક સ્તરે ઘઉંના વધી રહેલા ભાવનો ફાયદો નહીં મળે.નિકાસ પરનો પ્રતિબંધ બહુ દુખદ બાબત છે.
આ પ્રકારનો પ્રતિબંધ ખેડૂતો પર આડકતરી રીતે ટેક્સ લાગુ કરવા બરાબર છે. આવા ર્નિણયોથી ખેડૂતોને વધતા જતા ભાવનો લાભ મળતો નથી.જ્યારે ખેતી કરવાનો ખર્ચ તો પહેલેથી જ વધી ચુકયો છે.
જાખડે કહ્યુ હતુ કે, જે વેપારીઓ તેમજ ખેડૂતોએ ઘઉંનો સ્ટોક કરી રાખેલો છે તેમને સરકારના પ્રતિંબધથી બજારમાં લાવવો પડશે. આ પ્રકારના પ્રતિબંધોના કારણે જ ખેડૂતો કૃષિ ક્ષેત્રમાં થતા સુધારાઓ પર ભરોસો નથી કરતા. તેનાથી સરકાર અને ખેડૂતો વચ્ચેનો વિશ્વાસ પણ ઘટશે.સાથે સાથે વિશ્વ સ્તરે વેપાર કરવામાં ભારતની શાખમાં પણ ઘટાડો થશે.
ભારતે પ્રતિબંધનો ર્નિણય તેવા સમયે લીધો છે જ્યારે સંયુક્ત રાષ્ટ્રે પણ અપીલ કરેલી છે કે, ઘઉંની નિકાસ પર બેન મુકવા જેવી કાર્યવાહી કરવામાં આવે નહીં.
ઉલ્લેખનીય છે કે, સરકારે દેશમાં ઘઉં અને તેના લોટની વધી રહેલી કિંમતો પર કાબૂ મેળવવા માટે ઘઉંની નિકાસ પર પ્રતિબંધનુ કરાણ આપેલુ છે. સરકારનુ કહેવુ છે કે, દેશમાં વધારે ગરમી પડવાથી ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે તેમ છે.SSS