વસ્ત્રાલમાં કન્ટેનરની ટક્કરથી વિદ્યાર્થીનીનું મોત
વહેલી સવારે સાયકલ પર શાળાએ જતી વિદ્યાર્થીનીને કન્ટેનરે ટક્કર
|
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં હાલ પોલીસતંત્ર દ્વારા ચારેબાજુ સીસીટીવી કેમેરા લગાડી વાહન ચાલકો પાસેથી દંડ વસુલવાની કામગીરી પુરજાશમાં ચાલી રહી છે જેની સામે ભારે ઉહાપોહ મચેલો છે યોગ્ય માળખાના અભાવે કેટલાક કિસ્સાઓમાં નિર્દોષ નાગરિકો દંડાય રહયા છે.
છેલ્લા કેટલાક દિવસોથી પોલીસતંત્રને નાગરિકોના હિત કરતા દંડ વસુલવામાં જ વધારે રસ હોય તેવી પરિસ્થિતિમાં જાવા મળી રહી છે આ પરિસ્થિતિ વચ્ચે શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આજે વહેલી સવારે શાળાએ જઈ રહેલી એક બાળકીનું ટ્રકની ટક્કરથી કમકમાટીભર્યું મોત નીપજયું હતું આ સ્થળે અનેક વખત બમ્પ બનાવવાની તથા ટ્રાફિક પોલીસને તૈનાત કરવાની માંગણી કરવા છતાં તેનો કોઈ જ ઉકેલ ન આવતા આખરે એક બાળકીનો ભોગ લેવાયો છે.
તાજેતરમાં જ સ્પીડ બ્રેકર હટાવી દીધા બાદ તંત્રની ઘોર બેદરકારી સામે આવી |
અમદાવાદ શહેરમાં મહાનુભાવો આવે ત્યારે તેમનો કોનવેય પસાર થતો હોય છે જેનુ રિહર્સલ અગાઉથી જ પોલીસતંત્ર દ્વારા કરવામાં આવતુ હોય છે જેના પરિણામે રસ્તા પરના સ્પીડ બ્રેકરો પણ હટાવી દેવામાં આવતા હોય છે તાજેતરમાં જ એક મહાનુભાવ દિલ્હીથી અમદાવાદ આવ્યા હતા અને આ સમયે સ્થાનિક તંત્ર દ્વારા વસ્ત્રાલ ચોકડી પાસે બનાવવામાં આવેલો બમ્પ હટાવી લેવામાં આવ્યો હતો આ બમ્પ ફરી વખત બનાવવા માટે સ્થાનિક નાગરિકોએ અવારનવાર રજુઆતો કરી હતી પરંતુ તંત્રની ઘોર બેદરકારીના કારણે આ બમ્પ બનાવવામાં આવતો ન હતો જેના પરિણામે આજે એક આશાસ્પદ વિદ્યાર્થીનીનું મોત નીપજયું છે. |
જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ જાવા મળી રહયો છે અને આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર વિસ્તારમાં પડતા સ્થાનિક નાગરિકોના ટોળેટોળા રસ્તા પર ઉમટી આવ્યા હતાં. આ અંગેની વિગત એવી છે કે રાજયભરમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે જેના પગલે વહેલી સવારથી જ જાહેર રોડ પર સ્કુલ વાહનો તથા સાયકલ પર જતા વિદ્યાર્થીઓ પસાર થતા જાવા મળી રહયા છે.
દેશનું ભાવિ ગણાતા વિદ્યાર્થીઓ માટે તમામ દેશોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે પરંતુ અમદાવાદ શહેરમાં આવી કોઈ જ કાર્યવાહી થતી નથી જેના પરિણામે વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાય છે અમદાવાદ શહેરમાં દિવસ દરમિયાન ભારે વાહનો પ્રવેશવાની મનાઈ છે પરંતુ સવાર પાળીમાં ભણતા વિદ્યાર્થીઓ માટે શહેરના છેવાડાના વિસ્તારોમાં ભારે વાહનો જીવલેણ સાબિત થઈ રહયા છે.
અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આજે સવારે કમકમાટીભરી હિટ એન્ડ રનની ઘટના બની છે. અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમન અંગે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે પરંતુ આ ઝુંબેશ સામે ભારે ઉહાપોહ મચેલો છે. ટ્રાફિક નિયમનના ભંગ કરનાર સામે ઈ-મેમો મોકલવામાં આવી રહયો છે પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે પોલીસ વિભાગ દ્વારા કોઈ જ માળખાકિય સુવિધા ઉભી કરવાના બદલે સીધા જ દંડ વસુલવામાં આવે છે આ પરિસ્થિતિમાં વચ્ચે વસ્ત્રાલમાં અકસ્માતનો ભોગ બનેલી બાળાએ જીવ ગુમાવ્યો છે.
શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં જ પીન્કી હોંશભેર શાળાએ જવા નીકળી હતી |
અમદાવાદ શહેરના વસ્ત્રાલ ગામ નજીક આવેલી વસ્ત્રાલ ચોકડી પાસે આજે સવારે કન્ટેનરે ટક્કર મારતા જ વિદ્યાર્થીનીનું મોત નીપજયું હતું આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો હતો વસ્ત્રાલ ગામમાં રોહિતવાસમાં રહેતી મકવાણા પીન્કી કિશનભાઈ ધો.૮ની પરીક્ષા પાસ કરીને ધો.૯માં પ્રવેશી હતી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં જ પીન્કી હોંશભેર પોતાની સાયકલ પર આજે સવારે શાળાએ જવા નીકળી હતી તે વસ્ત્રાલ રોડ પર મહાદેવનગરના ટેકરા પર આવેલા સામ્રાજયનગરમાં મોતીબા હાઈસ્કુલમાં અભ્યાસ કરતી હતી ધો.૯માં પ્રવેશી મકવાણા પીન્કીના પિતા કિશનભાઈ એસઆરપીના જવાન હતા. |
વસ્ત્રાલ ચોકડી પાસે મેટ્રોબ્રીજ બની ગયો છે અને તેની નીચે જ ચાર રસ્તા પર ચોવીસ કલાક વાહનોની અવરજવર જાવા મળે છે અહિયાથી ભારે વાહનો સતત પસાર થતા હોય છે સીકસ લેન એવા આ રસ્તા પર પુરઝડપે મોટા વાહનો પસાર થતા હોય છે જેના પરિણામે અવારનવાર અકસ્માતો સર્જાય છે અકસ્માતોના કારણે સ્થાનિક નાગરિકોમાં પહેલેથી જ રોષ જાવા મળતો હતો અને આ સ્થળ પર બમ્પ બનાવવાની વારંવાર માંગણી કરવામાં આવી હતી આ ઉપરાંત અહીંયા ટ્રાફિક પોલીસ પણ સતત ખડેપગે હાજર રહે તેવી રજુઆત પણ કરાઈ હોવાનું જાણવા મળી રહયું છે.
સ્થાનિક નાગરિકોની રજુઆતને કોઈ ધ્યાનમાં લેવામાં આવતી ન હતી જેના પરિણામે અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે આજે સવારે વસ્ત્રાલ ચોકડી પાસે નવ શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ વિદ્યાર્થીની હોશભેર સાયકલ લઈને ભણવા જતી હતી તે દરમિયાનમાં જ પુરઝડપે આવતા કન્ટેનરે વિદ્યાર્થીનીને ટકકર મારતાં જ તે કન્ટેનરના પાછલા તોતીંગ વ્હીલ નીચે આવી ગઈ હતી અને તેના શરીર પરથી કાળમુખી ટ્રકનું વ્હીલ ફરી વળતા તેનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.
ભણવામાં હોશિયાર એવી વિદ્યાર્થિનીનું અકસ્માતે મોત નીપજતા જ ગણતરીની મિનીટોમાં જ લોકોના ટોળેટોળા રસ્તા પર ઉમટી આવ્યા હતા લોકોના રોષને જાતા જ કન્ટેનરનો ચાલક કન્ટનરને ત્યાં મુકીને જ પલાયન થઈ ગયો હતો બીજીબાજુ સમગ્ર રસ્તા પર ટોળા ઉમટી પડતાં ભારે રોષ જાવા મળતો હતો ઉશ્કેરાયેલા નાગરિકોએ સમગ્ર રોડ પર ચક્કાજામ કરી દીધો હતો.
અકસ્માતની ઘટનાથી સ્થાનિક નાગરિકોએ ચક્કાજામ કર્યો : વસ્ત્રાલ ચોકડી પાસે આજે સવારે કન્ટેનરે ટક્કર મારતા જ વિદ્યાર્થિનીનું મોત નીપજયું છે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર વિસ્તારમાં પડયા છે જેના પગલે લોકોના ટોળેટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા સૌ પ્રથમ કન્ટેનર પર ટોળાએ પથ્થરમારો કર્યો હતો જેના પગલે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો પોલીસ પણ લોકોના રોષને જાતા પરત ફરી ગઈ હતી અને ત્યારબાદ ઉશ્કેરાયેલા ટોળાએ સમગ્ર રસ્તા પર ઠેરઠેર આડાશો ગોઠવી દીધી હતી આ રસ્તા પરથી પસાર થતી તમામ ટ્રકોને અટકાવી સ્થાનિક નાગરિકો રસ્તા પર જ બેસી ગયા હતા જેના પરિણામે વસ્ત્રાલ ચોકડી પાસે બંને બાજુ ટ્રકોની લાંબી લાઈનો લાગી ગઈ હતી આ લખાય છે ત્યારે પણ સમગ્ર રોડ પર ટ્રાફિકજામ થયેલો છે ઉચ્ચ પોલીસ અધિકારીઓ નાગરિકોને સમજાવી વિખેરવાનો પ્રયાસ કરી રહયા છે પરંતુ વાતાવરણ ભારે તંગ જાવા મળી રહયું છે. |
ઘટનાની જાણ થતાં જ વિદ્યાર્થિનીના પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા અને તેઓએ ભારે રોકકળ કરી મુકી હતી આ દ્રશ્ય જાઈ ઉપસ્થિતિમાં તમામ લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું એટલું જ નહી પરંતુ આશાસ્પદ વિદ્યાર્થિનીના મોતથી રોષે ભરાયેલા લોકોમાં ફેલાયેલા રોષને ધ્યાનમાં રાખી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા પરંતુ પોલીસ અધિકારીઓને પણ લોકોના રોષનું ભોગ બનવું પડયું હતું અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ સ્થિતિ જાવા મળી રહી છે પોલીસની નિષ્ક્રિયતાના કારણે વિદ્યાર્થિનીનું મોત નીપજયું હોવાનો આક્ષેપ ખુલ્લેઆમ નાગરિકો કરી રહયા છે.