વેકેશન પડતાં એરપોર્ટ પર ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ મુસાફરોનો ટ્રાફીક ૮૦% વધ્યો

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પ્રવાસીઓ માટે ર૭થી વધુ રમણીય સ્થળો સાથે જાેડી રહયું છે.
આ ટુરીસ્ટ ડેસ્ટીનેશનમાં પર્વતો ીબચ, હેરીટેજ, સ્માર્ટ સીરીઝ વગેરેનો સમાવેશ થાય છે. વેકેશન પડતાની સાથે અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ પેસેન્જર ટ્રાફીક ૮૦ ટકા વધી ગયો છે. અમદાવાદથી ગોવા જનારા પેસેન્જરોની સંખ્યામાં વધારો નોધાયો છે. તેવી જ રીતે જયપુર અને ઉદેપુરના રીસોર્ટ પણ હાઉસફુલ થઈ ગયા છે.
એસવીપીઆઈ એરપોર્ટ પર્વતીય સ્થળોને હવાઈમાર્ગોના પ્રવાસન માટે વિવિધ ફલાઈટસ ઉપલબ્ધ કરાવી છે. દાર્જીલીગ, ચાલસા, સિલીગુડી, ગુવાહાટી, અને કાઝીરંગા નેશનલ પાર્ક જેવા અન્ય સ્થળોનો પ્રવા કરવા તમે અમદાવાદથી બાગડોગરા ડાયરેકટર ફલાઈટમાં જઈ શકાય છે.
દેશના પૂર્વોતર રાજયોની યાત્રા માટે પટણાથી ગુવાહાટી સુધી અઠવાડીયામાં ૬ દિવસ સીધી ફલાઈટ પણ ઉપલબ્ધ છે. ઉત્તરના રાજયો હિમાચલ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં ઉનાળું વેકેશન ગાળવા માંગતા મુસાફરોને એસવીપીઆઈ એરપોર્ટ પરથી સાનુકુળ કનેકેટીવીટી મળી રહેશે.
અમદાવાદ એરપોર્ટથી દહેરાદુન સુધીની દૈનિક અને સીધી ફલાઈટ મુસાફરોને માલસી ડીયર પાર્ક, મસુરી ઉત્તરાખંડ, અને ચારધામ યાત્રા યુમનોત્રી ગંગોત્રી, કેદારનાથ અને બદરીનાથ કરવામાં પણ મદદ કરશે. એટલું જ નહી દહેરાદુન એરપોર્ટથી માત્ર ૪પ કિમી દૂર ઋષીકેશ ખાતે ગંગાની ગોદમાં આધ્યાત્મિક અનુભુતીની પણ કરી શકશે..