લખનૌને ૨૪ રનથી હરાવી રાજસ્થાન પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચ્યું
નવી દિલ્હી, મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી લખનૌ સામેની મેચમાં રાજસ્થાને ટોસ જીતીને બેટિંગનો ર્નિણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતાં રાજસ્થાને ૨૦ ઓવરના અંતે ૬ વિકેટ ગુમાવીને ૧૭૮ રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી ઓપનર યશસ્વી જયસ્વાલે વિસ્ફોટક બેટિંગ કરતાં ૪૧ રન બનાવ્યા હતા.
જ્યારે લખનૌ તરફથી રવિ બિશ્નોઈએ ૨ વિકેટ ઝડપી હતી. જાે કે, ૧૭૯ રનોનો પીછો કરવા ઉતરેલી લખનૌની ટીમ ૨૦ ઓવરના અંતે ૮ વિકેટ ગુમાવીને ૧૫૪ રન જ બનાવી શકી હતી. આ સાથે જ લખનૌ સામે રાજસ્થાનનો ૨૪ રનોથી શાનદાર વિજય થયો હતો.
આ જીત સાથે રાજસ્થાનની ટીમે ૧૬ પોઈન્ટ મેળવી લીધા છે, જેને કારણે હવે પ્લેઓફની રેસ ખુબ જ રોમાંચક બની ગઈ છે. લખનૌની આ સતત બીજી હાર હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ માટે ઉતરેલી રાજસ્થાનની ટીમની ખરાબ શરૂઆત થઈ હતી. ઓપનર જાેસ બટલર ૨ રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. જાે કે, જયસ્વાલે ૨૯ બોલમાં ૬ ચોગ્ગા અને ૧ સિક્સની મદદથી ૪૧ રનોની ઈનિંગ્સ રમી હતી.
જ્યારે કેપ્ટન સંજુ સેમસને ૩૨ રન બનાવ્યા હતા, તો પડિક્કલે ૧૮ બોલમાં ૫ ચોગ્ગા અને ૨ સિક્સની મદદથી ૩૯ રનોની વિસ્ફોટક ઈનિંગ્સ રમી હતી. રિયાન પરાગ ૧૯ રને, નીશમ ૧૪ રન પર આઉટ થયો હતો. જ્યારે અશ્વિન ૧૦ રન અને બોલ્ટ ૧૭ રન બનાવી અણનમ રહ્યા હતા.
૧૭૯ રનોનો પીછો કરવા ઉતરેલી લખનૌની ટીમની ખુબ જ ખરાબ શરૂઆત થઈ હતી. ઓપરન ક્વિંટન ડી કોક ૭ રન બનાવીને તો કેએલ રાહુલ ૧૦ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે આયુષ બદોની ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. જાે કે, દીપક હૂડાએ લખનૌને ગેમમાં પરત લાવવા માટે ભારે મથામણ કરી હતી. તેણે ૩૯ બોલમાં ૫ ચોગ્ગા અને ૨ સિક્સની મદદથી ૫૯ રન બનાવ્યા હતા.
જ્યારે કૃણાલ પંડ્યાએ ૨૫ રન તો માર્કસ સ્ટોઈનિસે ૨૭ રન બનાવ્યા હતા. જે બાદ જેસન હોલ્ડર ૧ રન બનાવી તો દુષ્મંથા ચમીરા ૦ રન બનાવીને આઉટ થયો હતો. જાે કે, મોહસિન ખાન ૯ રન બનાવી તો આવેશ ખાન ૧ રન બનાવી અણનમ રહ્યો હતો. રાજસ્થાન તરફથી ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને ઓબેડ મેક્કોયે ૨-૨ વિકેટ ઝડપી હતી.SSS