Western Times News

Gujarati News

પિતાએ દીકરીને MBBSમાં પ્રવેશ અપાવવાના ચક્કરમાં લાખો ગુમાવ્યા

મુંબઈ, શહેરના અંધેરી વિસ્તારમાં રહેતા એક ૪૬ વર્ષી શખ્સ સાથે ૧૦.૫ લાખ રુપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ સામે આવી છે. ફરિયાદીએ પોતાની દીકરીનું આંધ્રપ્રદેશમાં આવેલી રાજીવ ગાંધી મેડિકલ કોલેજમાં MBBS કોર્સમાં એડમિશન કરાવવા માટે ઠગના બેન્ક અકાઉન્ટમાં ૧૦.૫ લાખ રુપિયા ટ્રાન્સફર કર્યા હતા.

જ્યારે તે ૧૬મી એપ્રિલના રોજ દીકરી સાથે કોલેજ પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ૧૧મી મેના રોજ બે અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોલેજની ફેક વેબસાઈટ તૈયાર કરવા અને ખોડી એડમિશન રિસિપ્ટ તૈયાર કરવા બદલ તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ઠગ દ્વારા આપવામાં આવેલી વેબસાઈટ અત્યારે બ્લોક થઈ ગઈ છે. સાયબર પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ ફરિયાદી પાસે તેમની દીકરીના વિવિધ સર્ટિફિકેટ પણ માંગ્યા હતા જેનો કદાચ દુરુપયોગ પણ થઈ શકે છે. ફરિયાદીએ પોતાની દીકરીના અભ્યાસ માટે પૈસા બચાવીને રાખ્યા હતા, અને આ ચક્કરમાં તેમણે પોતાની તમામ બચત ગુમાવી દીધી.

જ્યારે ફરિયાદીની દીકરીને NEETમાં સારા માર્ક ન આવ્યા તો તેમણે મેડિકલ સીટ મેળવવાના અન્ય રસ્તાઓની તપાસ શરુ કરી. તે સમયે તેમના ફોનમાં AM-INUSB પરથી એક મેસેજ આવ્યો. સાયબર પોલીસે જણાવ્યું કે, મેસેજ મળ્યા પછી તેમણે તે વ્યક્તિનો સંપર્ક સાધ્યો અને તરત જ દીકરીનું એડમિશન લેવાનો ર્નિણય કરી લીધો.

મેસેજમાં લખ્યુ હતું કે- આંધ્રપ્રદેશની ટોપ મેડિકલ કોલેજાેમાં એમબીબીએસમાં ડાઈરેક્ટ પ્રવેશ મેળવો. આખા કોર્સનો ખર્ચ ૪૦ લાખ રુપિયા થશે અને એજ્યુકેશન લોનની પણ સુવિધા મળશે. મેસેજમાં કહેવામાં આવ્યુ હતું કે માત્ર ગણતરીની સીટ ખાલી છે, માટે ફરિયાદીએ તાત્કાલિક ફોન કર્યો.

પોતાની ફરિયાદમાં દીકરીના પિતા જણાવે છે કે, જ્યારે મેં કોલેજની વેબસાઈટ જાેઈ તો મને આ વાત સાચી લાગી. મને વેબસાઈટની લિંક તેમણે જ મોકલી હતી. મેં ફોર્મ ડાઉનલોડ કર્યું અને પૈસાની સાથે ફોર્મ સબમિટ પણ કર્યું. તે ફોર્મ આંધ્ર પ્રદેશ સરકાર, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માન્ય હોવાની જાણકારી આપવામાં આવી હતી. આ સમગ્ર ઘટના ૨૭મી માર્ચ અને ૧૬મી એપ્રિલ વચ્ચે બની હતી.

મને એડમિશન રિસિપ્ટ પણ મળી હતી. સાયબર પોલીસ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર જ્યારે પિતા-પુત્રી કોલેજ પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. તેમને દરવાજા પર જ સિક્યોરિટી ગાર્ડે રોક્યા. તે સમયે તેમને ખબર પડી કે હવે તો તે સાઈટ પણ બ્લોક થઈ ગઈ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.