સાયખા GIDCની કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

સાયખા GIDCની કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો : એક આરોપીને પોલીસે ઝબ્બે કરાયો.
ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરી ૧,૭૫,૦૦૦નો મુદ્દામાલ ઝબ્બે કરાયો.
(વિરલ રાણા) ભરૂચ,વાગરા તાલુકાના સાયખા GIDC માં આવેલ ભાવીન ઈન્ટરમીડીયટ પ્રાઇવેટ લીમીટેડ કંપની માંથી ચોરીમાં ગયેલ એસ.એસ.સ્ટરલ પાંખીયા નંગ -૧૦ જેની અંદાજીત કિંમત ૧.૭૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે એક આરોપીને ગણતરીના દિવસોમાંજ ઝડપી પાડી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ વાગરા પોલીસે રિકવર કર્યો છે.
બનાવ અંગે પોલીસ સુત્રીય મળતી માહિતી મુજબ ગત તા.૧૨/૦૫/૨૦૨૨ ના રોજ સાયખા GIDCમાં આવેલ ભાવીન ઈન્ટરમીડીયટ પ્રાઈવેટ લીમીટેડ કંપનીના ખુલ્લા કમ્પાઉન્ડમાં કોઈ અજાણ્યા ચોર ઇસમે પ્રવેશ કરી કંપનીના ખુલ્લા કમ્પાઉન્ડમાં મુકવામાં આવેલ એસ.એસ.ના સ્ટરલ પાંખીયા નંગ -૧૦ જેની કિ.રૂ ૧,૭૫,૦૦૦ ની કોઈ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા.જે અંગે વાગરા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
વાગરા પોલીસે ચોરી અંગે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.બનાવને ધ્યાને લઈ વાગરા પો.સ્ટે.ના પો.સ.ઈ વિક્રમસિંહ.એ. રાણા નાઓની સુચના મુજબ ગુનો શોધી કાઢવા પો.સ્ટાફના માણસોની અલગ અલગ ટીમ બનાવી આરોપીઓની શોધ ખોળ શરૂ કરાઈ હતી.
જે દરમ્યાન હ્યુમન ઈન્ટેલીજન્સ મારફતે મળેલ ચોકકસ બાતમીને આધારે અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે આરોપીના મકાનની બાજુમાં આવેલ બાવળની ઝાડી માંથી સંતાડેલ એસ.એસ.ના સ્ટરલ પાંખીયા નંગ -૧૦ જેની કિંમત રૂપિયા ૧,૭૫,૦૦૦ નો તમામ મુદ્દામાલ સાથે આરોપીને વાગરા પોલીસે ગણતરીના દિવસોમાંજ ઝડપી પાડયો હતો.
વાગરા પોલીસે ભેરૂલાલ માંગીલાલ ગુર્જર ઉ.વ .૨૬ રહે,આલીશાન સીતી સોસાયટી જીતાલી તા.અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહે.રૂપપુરા નાનગઢ તા.માંડલ જી.ભીલવાડા રાજથાનનાઓને ઝડપી પાડી જેલના સળિયા ગણતો કર્યો છે.ત્યારે અન્ય એક આરોપી સુરેન્દ્રર રાજદેવ યાદવ રહે.રાજપીપળા રોડ શાંતીનગર તા.અંકલેશ્વર જી.ભરૂચનાઓને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.