ફિનલેન્ડની નાટોમાં સામેલ થવા અરજી કરવા જાહેરાત
સ્ટોકહોમ, ફિનલેન્ડે ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો)માં સામેલ થવા માટે અરજી કરવાની જાહેરાત કરી છે. ફિનલેન્ડના પ્રેસિડન્ટ સૌલી નિનિસ્ટોએ રવિવારે હેલસિંકીમાં કહ્યું કે, નાટોમાં સામેલ થવા માટે જરૂરી ઔપચારિકતાઓ પૂરી કરવામાં આવી રહી છે.
તેમણે કહ્યું કે, આજે પ્રેસિડન્ટ અને વિદેશ-સુરક્ષા નીતિ સમિતિએ ર્નિણય કર્યો કે, ફિનલેન્ડ નાટોના સભ્ય બનવા માટે અરજી કરશે. એક દિવસ પહેલા સૌલી નિનિસ્ટોએ રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનને ફોન કરી ફિનલેન્ડ નાટોમાં સામેલ થવા જઈ રહ્યું હોવાની જાણકારી આપી હતી.
ફિનલેન્ડના વડાપ્રધાન સના મારિને કહ્યું કે, નાટોમાં સામેલ થવાને લઈને સરકાર પોતાનો મત સંસદમાં રજૂ કરશે. સોમવારે સંસદમાં નાટો ગઠબંધનમાં સામેલ થવાના ર્નિણય પર ચર્ચા કરાશે.
તેમણે આશા વ્યક્ત કરી કે, જેવું અપેક્ષિત હતું, દેશની સંસદ તેને સરળતાથી મંજૂરી આપશે. તે પછી ફિનલેન્ડ તરફથી નાટોને ઔપચારિક અરજી પત્ર સોંપાશે. ફિનલેન્ડના પ્રેસિડન્ટ સૌલી નિનિસ્ટોએ પોતાના રશિયન સમકક્ષ પુતિન સાથે શનિવારે ફોન પર વાત કરી નાટોમાં સામેલ થવાના ર્નિણયની જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, પુતિન સાથે ચર્ચા સીધી અન સ્પષ્ટ હતી. આ વાતચીત કોઈ અતિશયોક્તિ વિનાની રહી. તણાવથી બચવા માટે તેને મહત્વની મનાય છે.
રિપોર્ટ મુજબ, આ વાતચીત દરમિયાન રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને ફિનલેન્ડના પ્રેસિડન્ટને કહ્યું કે, નાટોમાં સામેલ થવું અને ફિનલેન્ડનું તટસ્થ વલણ છોડવું મોટી ‘ભૂલ’ હશે. તે પહેલા રશિયાએ કહ્યું હતું કે, ફિનલેન્ડના નાટોમાં સામેલ થવાની તે ‘સૈન્ય કાર્યવાહી’ માટે મજબૂર થઈ શકે છે. પુતિને પોતાના ફિનલેન્ડના સમકક્ષ સૌલી નિનિસ્ટોને કહ્યું કે, ફિનલેન્ડની સુરક્ષાને કોઈ ખતરો નથી.
તુર્કીના પ્રેસિડન્ટ રેપેચ તૈયપ એર્દોગને કહ્યું છે કે, તે ફિનલેન્ડ અને સ્વીડનને નાટોમાં સામેલ કરવાના પક્ષમાં નથી. નાટો સભ્ય થવાના નાતે તુર્કી વીટોનો ઉપયોગ કરી બંને દેશોને નાટોન સભ્ય બનતા રોકે છે. એર્દોગને કહ્યું કે, અમે સ્વીડ અને ફિનલેન્ડના ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છીએ, પરંતુ અમારું વલણ પક્ષમાં નથી.
ઉલ્લેખનીય છે કે, યુક્રેન પર રશિયાના હુમલા હજુ ચાલુ છે. યુક્રેન પણ નાટોમાં સામેલ થવાનું કહી રહ્યું હતું અને રશિયાએ તેની સામે ચેતવણી આપી હતી. જાેકે, યુક્રેન નાટોમાં સામેલ થયા તે પહેલા જ રશિયાએ તેના પર હુમલો કરી દીધો હતો. રશિયાના હુમલામાં યુક્રેનના દરેક શહેર-ગામોમાં તબાહીના દ્રશ્યો જાેવા મળી રહ્યા છે. આ યુદ્ધને કારણે રશિયા પર અમેરિકા અને યુરોપીયન દેશોએ કડક પ્રતિબંધો લગાવી દીધા છે. જાેકે, આ પ્રતિબંધોની રશિયા પર મોટી અસર થતી દેખાઈ રહી નથી.SSS