ઘાયલ વિદ્યાર્થિની મોડી પહોંચી તો પરીક્ષા આપવા ન દીધી
વડોદરા, ‘બેટી બચાવો બેટી પઢાવોની ગુલબાગો ઢોકતા નેતા આ વરવી વાસ્તવિકતા જાેઇ લે.. વડોદરામાં આ સૂત્ર નિરર્થક સાબિત થયુ. કારણ કે વિશ્વ વિખ્યાત સ્જી યુનિવર્સિટીના સત્તાધીશો માનવતા ભૂલ્યા અને અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીને પરીક્ષામાં બેસવા ન દેવાઇ.
જાે સમગ્ર વિવાદની વિગતે વાત કરીએ તો વડોદરામાં વિદ્યાર્થિની પરીક્ષા માટે ઘરેથી નિકળી હતી રસ્તામાં અકસ્માત થતાં એક્ઝામ આપવા મોડી પહોંચી હતી.
પણ યુનિવર્સિટીના સત્તાધીશોઅ્રૂ મ્.ર્ઝ્રદ્બની વિદ્યાર્થિનીની યોગ્ય રજૂઆત પણ ન સાંભળી અને નિયમ બતાવી પરીક્ષામાં મોડુ થતા વિદ્યાર્થિનીને ક્લાસમાં બેસવા દેવામાં ન આવી. યુવતીની લાચાર બની સત્તાધીશોને વર્ષ ન બગડે એ માટે અકસ્માત થયો હોવા છતાં પણ મક્કમ મન કરી પરીક્ષા આપવા આવી હોવાનું રટણ કરતી રહી, કરગરતી રહી , રડતી રહી.
પણ યુનિવર્સિટીના નિયમના ચશ્મા પહેરીને બેઠલા અધિકારીઑ ન તો યુવતીના ભવિષ્યનો ખ્યાલ આવ્યો, ન તો તએની લાચારી દેખાઈ. બસ ૩૦ મિનિટ બાદ પરીક્ષામાં કોઇ ન બેસવા દેવાનું કારણ આગળ ધરાયું. યુવતીની વિનંતી સાથે માંગ કરી હતી કે માત્ર એક કલાક પરીક્ષામાં બેસવા દેવા આવે પણ યુનિવર્સિટીના સત્તાધીશોનું પેટનું પાણી ન હલ્યું.
પ્રાથમિક સારવાર લેવા જતા પરીક્ષામાં પહોંચતા મોડું થયું હતું તેવી બાંહેધરી સાથે જાે પરીક્ષા આપવા દેવામાં આવી હોત તો આ વિદ્યાર્થીની પણ ‘બેટી બચાવો બેટી પઢાવોના સૂત્રને જમીની હકીકત પર ઊતરતું જાેઈ શકત.
હું ટી વાય બી કોમમાં અભ્યાસ કરું છું, પેપરના કારણે વહેલી સવારે ૭ ૩૦ કલાકે ઘરેથી નીકળી હતી. પણ સ્કૂટી ચલાવતા વચ્ચે કૂતરું આવતા હું પડી ગઈ હતી. મને થોડું વધારે વાગ્યું હતું જેથી આસપાસના લોકોએ ઘરે ફોન કર્યો હતો. જે બાદ મને ત્યાંથી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
માથા પર વાગ્યું છે દાઢીના ભાગે ૫ ટાંકા પણ આવ્યા છે. હાથ પગે ઘા વાગ્યો છે. છેલ્લા વર્ષ છું આઈએફનું પેપર હતું એટલે સારવાર બાદ લખી શકે તેમ હતી. એટલે મૈ પેપર આપવાનું નક્કી કર્યું હતું. પણ એક્ઝામ સેન્ટર પર આવ્યા બાદ યુનિવર્સિટીના તંત્રએ પરીક્ષામાં બેસવા દેવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.
મારુ કારણ વ્યાજબી હતું પણ તેઓએ નિયમ બતાવી મને પરીક્ષા આપવા ન જવા દીધી. જાે પરીક્ષા આપવા દીધી હોત તો મેને ભરોસો હતો કે હું આટલા સમયમાં નાના પ્રશ્નો અને સ્ઝ્રઊ લખી નાખત જેથી હું પાસ થઈ જાત અને વર્ષ ન બગડે મારુ પણ મારા પરિવારે અને મૈ શાળાના સત્તાધીશો સામે ઘણી આજીજી કરી પણ કોઈ ટસથી મસ ન થયું..
અરે હદ તો ત્યારે થાય છે કે સમગ્ર હકીકતની જાણ સારું પણ એસીમાં બેઠલા અધિકારીઑ વિદ્યાર્થીની ભાળ મેળવવા પણ ન આવ્યા. પ્યૂન પાસે કહેવડાવ્યું કે એમને કહો નિયમ મુજબ ૩૦ મિનિટથી વધારે મોડું થાય તો પરીક્ષામાં બેસવા દેવાય નહીં માટે તેઓ પરીક્ષા આપી શકશે નહી.SSS