ITના વિદ્યાર્થીએ ઓટોમેટીક ટી -કપ વોશિંગ મશીન બનાવ્યું

પાલનપુર, પાલનપુરની પોલીટેકનીક કોલેજમાંથી ડિપ્લોમા પાસ આઈટ ધવલ નાઈ નામના વિદ્યાર્થીએ ઓટોમેટીક ટી કપ વોશિંગ મશીન બનાવ્યું છે. જેનાથી ચાના કાચના કપ સ્પીડમાં ધોઈ શકાય છે અને આ ટી કપ વોશિંગ મશીનના startup નું નામ મહંતમ રાખવામાં આવ્યું છે.
ટી કપ વોશિંગ મશીન કઈ રીતે કામ કરે છે અને શું છે તેના ફાયદા તેના વિશે અમે આ ઘટનામાં જણાવવા જઈ રહ્યા છીએ.વર્ષ ૨૦૨૦- ૨૧માં એક સર્વે થયેલ જે સર્વે અનુસાર ભારત વિશ્વમાં અમેરિકા અને ચાઇના પછી ત્રીજાે startup ecosystem બની રહ્યું છે. startup તો તમે બહુ જાેયા હશે પરંતુ ધાનેરાના એક વિદ્યાર્થીએ અનોખું મશીન બનાવ્યુ છે જેનું નામ છે ટી કપ વોશિંગ મશીન અને આ startup નું નામ આપવામાં આવ્યું છે મહંતમ જેના ફાઉન્ડર છે.
ધાનેરા તાલુકાના ભાટિબ ગામના ધવલ નાઈ.. પાલનપુરની પોલીટેકનીક કોલેજથી ડિપ્લોમા પાસ આઉટ ધવલ નાઈ અને દિપેન્દ્ર બરડેએ મહંતમ નામનું startup ચાલુ કર્યું છે જેમાં તેમને ટી કપ વોશિંગ મશીન બનાવ્યુ છે. દેશમાં પ્રથમવાર હાઈ પ્રેસર વોટર અને બ્રશથી ટી કપ વોશિંગ મશીન બનાવવામાં ધવલ નામના વિદ્યાર્થીએ સફળતા મેળવી છે.
ધવલ જ્યારે ચા પીવા બેઠો હતો ત્યારે તેને વિચાર આવ્યો કે પ્લાસ્ટિકના કપમાં ચા પીવાથી પર્યાવરણની સાથે સાથે શરીરને પણ નુકસાન થાય છે તેથી તેને એક એવું મશીન બનાવવાનું નક્કી કર્યું કે જેનાથી કાચના ગ્લાસને ઝડપથી અને ઓછા ખર્ચમાં પાણીથી ઓટોમેટિક ધોઈને સાફ કરી શકાય.
પાલનપુર પોલિટેકનિક કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ દરમિયાન ધવલ નાઈ નામના વિદ્યાર્થીએ તેના સાથી સાથે મળીને ત્રણ વાર નિષ્ફળતા પછી ચોથીવાર તેને સફળતા મળી અને એવું મશીન બનાવ્યું કે જેનાથી ઓટોમેટીક કાચના ગ્લાસ વોશ કરી શકાય. આ મશીન સતત ૨૪ કલાક સુધી ચાલુ રહી શકે છે ૨૪ કલાક દરમિયાન ૮૦૦ જેટલા કપ ધોઈ શકે છે. એક કપ ધોવા પાછળ ૪૦ એમ.એલ. પાણીનો મશીન ઉપયોગ કરે છે.
મશીનમાં કાચના ગ્લાસ નાખતાની સાથે જ તે પાણીથી ધોવાઈને સાફ થઈને બહાર નીકળે છે..આઈ.આઈ.ટી. ખડકપુરના રિસર્ચ અનુસાર પેપર કપમાં એક કપ ચા પીવાથી ૨૫૦૦૦ માઈક્રો પ્લાસ્ટિક પેટમાં ઉતરે છે, જે લાંબા સમય કેન્સરનું કારણ બને છે.SSS