હાલોલના કંજરી રોડ પર સી.સી રોડની કામગીરી અંગે ઉઠતા અનેક પ્રશ્નો

સીસી રોડની કામગીરી હજુ પૂર્ણ થઈ નથી તે પેહલા રોડ તુટવાનો શરૂ થયો
(પ્રતિનિધિ) ગોધરા. હાલોલ નગરના કંજરી રોડ ઉપર હાલ કાર્યરત સી.સી રોડની કામગીરી અંગે ઉઠતા અનેક પ્રશ્નો. ચાલી રહેલી કામગીરીમાં વપરાતા મટીરિયલમાં ગોબાચારી કે કોન્ટ્રાક્ટરને બેરદારકારી કે પછી વહીવટી તંત્રના થઈ રહેલી કામગીરી બાબતે આંખ આડા કાન.
રોડની કામગીરી ને બે માસ જેટલો પણ સમય થયો ન હોવા છતાં સી.સી.રોડ ઉપર પથ્થરી ઓ પણ નીકળવા માંડી છે. તેને છુપાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા તેના ઉપર ડામર પાથરી દેવામાં આવ્યો છે.હાલોલ નગર ખાતે કંજરી રોડ ઉપર ગટર યોજનાની કામગીરી બાદ કંજરી રોડ ચોકડી થી બાયપાસ ચોકડી સુધી ૧.૮ કી. મીટર નો સી.સી.રોડ અંદાજિત ૭ કરોડના ખર્ચે બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ રોડની એક તરફ કામગીરી પૂર્ણ થઈ છે. અને બીજી તરફની કામગીરી હાલ ચાલી રહી છે. જે રોડની પૂર્ણ થયેલ કામગીરી ને હજુ બે મહિના પણ થયા નથી. છતાં આટલા સમયમાં સીસી રોડ પરની પથરીઓ પણ ઉખડવા માંડી છે. આવી નબળી કામગીરીને છુપાવવા માટે તેના ઉપર ડમર નાખવામાં આવે છે. કરોડોના ખર્ચે સીસી રોડની કામગીરી ચાલી રહી છે.
તે કામગીરી બરાબર થઈ રહી છે કે કેમ તેની ગુણવત્તા કેટલા પ્રમાણમાં વાપરવામાં આવે છે કે કેમ તેની ચકાસણી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવે છે કે કેમ તેવા અનેક પ્રશ્નો નગરજનોના મુખે ચર્ચાઈ રહ્યા છે. એક તરફ સરકાર દ્વારા નગરજનોની સુખાકારી માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરી સીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે.
આ રોડની કામગીરી હલકા પ્રકારની થઇ રહ્યું હોવાની નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે. હલકી કામગીરી છુપાવવા ડામર ચોપડી દેવામાં આવ્યો છે.
જાે ખરેખર ડામરની જ મજબૂત હોય તો પછી સી.સી. રોડ બનાવવા નું કારણ શું ? તેવા પ્રશ્નો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટર દ્વારા આ રોડની કામગીરી પણ ગોકળ ગતિએ ચાલી રહી છે. અને જાણવા મળતી માહિતી મુજબ સી સી રોડની કામગીરી ની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવાનું જાણવા મળે છે.
નગર ખાતે ચાલતા માર્ગોના કામ ઇજારદાર દ્વારા સમય મર્યાદા પૂર્ણ થઈ જવા છતાં વિલંબિત ચાલતા હોવા અંગે પાછળ કયા પરિબળો છે તે પણ એક તપાસનો વિષય છે.