ભરૂચ નગરપાલિકાની હદની ૨૮ કાંસો કચરાથી જામ

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ નગર પાલિકાનું તંત્ર ખાડે ગયું હોય તેમ લાગી રહ્યું છે.ચોમાસાની ઋતુ પૂર્વે પ્રિમોન્સુન કામગીરી એટલે કે ભરૂચ નગરપાલિકાની હદમાં આવતી કાંસોની સફાઈ કરવાની હોય છે અને આ કામગીરી માર્ચ મહિનાથી શરૂ કરવાની હોય છે.
પરંતુ ભરૂચ નગરપાલિકાની તણાવના કારણે બે મહિના વિતવા છતાં અને ચોમાસાની ઋતુ નજીક આવતા કાંસની સફાઈ માટે હજુ પણ મૂહુર્ત ન નીકળતા ભરૂચ શહેરના કેટલાક વિસ્તારોની જામ થઈ ગયેલી કાંસોના કારણે સામાન્ય વરસાદમાં પણ ભરૂચ શહેરના સોસાયટી વિસ્તાર અને રહેણાંક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તેવા એંધાણ વચ્ચે વિપક્ષોએ પાલિકા સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે.
ભરૂચ શહેરમાં ૨૮ જેટલી વરસાદી કાંસો આવેલી છે અને આ કાંસની સફાઈ પાછળ લાખો રૂપિયાનું આંધણ દર ચોમાસાની ઋતુ પૂર્વે થતું હોય છે.વરસાદી ઋતુમાં સોસાયટી વિસ્તાર અને રહેણાંક વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે સરકારના પરિપત્ર મુજબ ચોમાસા ઋતુ પૂર્વે માર્ચ મહિનાથી ભરૂચ નગરપાલિકાની હદમાં આવતી કાંસોની સફાઈ કરવા અંગેનો પરિપત્ર છે.
પરંતુ આ પરિપત્રનો પાલન ન થતું હોય તેઓ કિસ્સો સામે આવ્યો છે.માર્ચ મહિના પછી એપ્રિલ મહિનો પણ વીતી ગયો બે મહિના વિતવા છતાં પણ આજદિન સુધી ભરૂચ નગરપાલિકાની હદમાં આવતી કાંસની સફાઈ માટે ભરૂચ નગરપાલિકાના સત્તાધીશો પાસે મુહૂર્ત નીકળ્યું નથી
અને ભરૂચ નગરપાલિકાની હદમાં આવતી ૨૮ જેટલી કાંસો કચરા હોના ખડકલાથી ખદબદતી હતી અને કેટલીએ કાંસો જામ જાેવા મળી રહી છે.ત્યારે ભરૂચ નગર પાલિકા ચોમાસાની ઋતુ પૂર્વે કાંસોની સફાઈ કરાવે તેવી સ્થાનિકો માંગ ઉઠાવી રહ્યા છે.
ભરૂચના સતત વાહનો અને રાહદારીઓથી ધમધમતા વિસ્તારમાં સેવાશ્રમ રોડ ઉપર વરસાદી પાણી ભરાવાની સમસ્યા કાયમી બની ગઈ છે.પરંતુ સેવાશ્રમ રોડ ઉપર આવેલી મુખ્ય કાંસની સફાઈ ભરૂચ નગરપાલિકા દ્વારા કરવામાં આવી ન હોવાના કારણે દર ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીનો ભરાવો થતો હોય છે.
વરસાદી કાંસ ઠેક ઠેકાણેથી તૂટી પડી છે જેના કારણે ગટર જામ થઈ ગઈ છે.પરંતુ હજુ પણ સેવાશ્રમ રોડ નજીકની કાંસની સફાઈ કરવા માટે પાલિકા પાસે મુહૂર્ત નથી તેવો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.ત્યારે સામાન્ય વરસાદમાં પણ ઘૂંટણસમા પાણી ભરાય તો નવાઈ નહી.