ભિલોડા ભારત વિકાસ પરીષદ શાખા ધ્વારા દિવાળી નિમિત્તે દાન અપાયું
(પ્રતિનિધિ)ભિલોડા, અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે કાર્યરત ભારત વિકાસ પરીષદ શાખા,દાતાઓના સહયોગથી દિવાળી નિમિત્તે એક શ્રમજીવીને હાથલારી,જીવન જરૂરી ચીજ વસ્તુ નું દાન અપાયું હતું.શ્રમજીવી પરીવારમાં આનંદની લાગણી પ્રસરી હતી.શ્રમજીવીને દૈનિક રોજગાર ઉપાર્જન અર્થે હાથલારી,ચોખા,ઘી,કપડાં,રોજીંદી જીવન જરૂરીયાત ચીજ વસ્તુઓ દાતાઓ ધ્વારા આપી હતી.ભારત વિકાસ પરીષદ,ભિલોડા શાખાના હોદ્દેદારો,કારોબારી સભ્યોએ દાતાઓ તરફથી મળેલ સહયોગ બદલ સર્વે દાતાઓને બિરદાવ્યા હતા. સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા, સમર્પણના સુત્ર સાથે સંકળાયેલ ભારત વિકાસ પરીષદ,ભિલોડા શાખાના હોદ્દેદારો,કારોબારી સભ્યો,દાતાઓની સેવાકીય પ્રવૃત્તીઓ બિરદાવી હતી.