ઊંઝા ઉમિયા મંદિરેથી વૈશાખી પૂનમની પરંપરાગત શોભાયાત્રા નીકળી
(પ્રતિનિધિ) મોડાસા, વર્ષોથી ઊંઝા ઉમિયા મંદિરેથી વૈશાખી પૂનમની પરંપરાગત શોભાયાત્રા આજે પણ નીકળતા મહેરામણ ઉમટ્યો હતો.ભાવિકોએ ઉમંગભેર એમાં ભાગ લીધો હતો.
આ અંગે મોરબીના ઉધોગપતિ શેઠ ગોવિંદભાઇ વરમારા સાથે થયેલી વાતચીત મુજબ ઊંઝા માતાજીની વૈશાખી પૂનમની ભવ્ય શોભાયાત્રા માં ઠેર ઠેર થીમાઇભક્તો,ભાવિકો ઉમળકાભેર દર્શને ઉમટી પડી ધન્યતા અનુભવી હતી.
આ શોભાયાત્રાનું પ્રસ્થાન જિલ્લા કલેકટર,મંદિરના પ્રમુખ બાબુલાલ જમનાદાસ,દિલીપભાઈ ,મુખ્ય યજમાન ગોવિંદભાઇ અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં થયું હતું.
આ શોભાયાત્રામાં ૧૫૦ ટ્રેક્ટરો, હાથીઓ, બગીઓ,ઘોડા, બગીઓ, સાથે ભાવિકો મોટી સંખ્યામાં ઉમંગે જાેડાયા હતા.આખું ઊંઝા માઇ મય ,ભક્તિમય બની ગયું હતું.એપીએમસી દ્વારા વિશેષરૂપમાં શોભાયાત્રા અને માતાજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આખું ઊંઝા આનંદના હિલોળે ચડી ગયું હતું.એકેક માઇભક્ત નો ઉત્સાહ ઉમંગ અનેરો હતો.