Western Times News

Gujarati News

ઉત્તર પ્રદેશથી હથિયારો સાથે બોલાવેલા ૨ ઈસમોની ભરૂચ પોલીસે દબોચી લીધા

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લાના દહેજ પંથકમાં અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં હત્યા કરવાના ઈરાદે ઉત્તરપ્રદેશ થી હથિયારો સાથે બે ઈસમો ભરૂચ આવતા હોવાની બાતમી ના આધારે નર્મદા ચોકડી નજીક થી ૨ યુવકોને હથિયારો સાથે દબોચી લેતા દહેજ પંથકમાં હત્યાના ગુનાને અંજામ આપવાના હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસે સમગ્ર પ્રકરણ ની જીણવટ ભરી તપાસ શરુ કરી છે.

ભરૂચ જિલ્લા એલ.સી.બી પોલીસને બાતમી મળી હતી કે ઉત્તરપ્રદેશ થી હથિયારો સાથે ભરૂચ બે ઈસમો આવી રહ્યા છે અને ત્રણ ચાર દિવસ અગાઉ દહેજમાં બે પાર્ટીને સામસામે તકરાર થઈ હતી.

એક પક્ષે હથિયારો પંજાબ થી મંગાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા ધમકી થી ગભરાયેલા વ્યક્તિએ પોલીસને સંપૂર્ણ ઘટનાની વાકેફ કરતા હથિયારો મંગાવી મારી નાંખવાની ધમકી આપનાર ઈસમોની હિલચાલ ઉપર ભરૂચ એલ.સી.બી પોલીસે ધ્યાન રાખી નર્મદા ચોકડીના બસ સ્ટેન્ડ પાસે ૨ વ્યક્તિઓ શંકાસ્પદ લાગતા તેઓ પાસે રહેલી ટ્રાવેલિંગ બેગ નીઝડતી લેતા તેમની પાસે કોઈપણ સક્ષમ અધિકારી ના પાસ પરવાના વગરની અન અધિકૃત દેશી હાથ બનાવતની પિસ્તોલ ૧,દેશી હાથ બનાવટનો તમંચો ૧,ખાલી મેગઝીન ૧,જીવતા કાર્ટીઝ નંગ ૯ સહિત કુલ કિંમત રૂપિયા ૬૬,૯૦૦ નો મુદ્દામાલ મળી આવતા હથિયારો સાથે આવેલા વ્યક્તિઓની કડક પૂછપરછ કરતા એકે પોતાનું નામ દિલપ્રીતસીંગ ઉર્ફે મહોબતપ્રીત દીવાનસીંગ ઉ.વ.૨૫ હાલ રહે,માખણિયા ફળિયું દહેજ મૂળ રહે,ગુરુદાસપુર તથા અન્ય એક ની પૂછપરછ કરતા તેને પોતાનું નામ અજયપાલ નરેન્દ્રસિંગ ઉ.વ.૨૫ હાલ રહે,માખણિયા ફળિયું દહેજ મૂળ રહે,પંજાબનો હોવાનું તેમજ અન્ય એક સુખપ્રિતસીંગ સંધુ જેને વોન્ટેડ જાહેર કરી હથિયારો સાથે આવેલા બે ની ઘરપકડ કરી વધુ કેટલી હથિયારોની હેરાફેરીમાં સંડોવણી છે તે દિશામાં માહિતી મેળવવા માટે ઝડપાયેલા બંને ના રિમાન્ડની તજવીજ હાથધરી છે.

તો પોલીસે આરોપીઓ પાસે થી દેશી હાથ બનાવટની પિસ્તોલ ૧ નંગ જેની કિંમત રૂપિયા ૫૦ હજાર,દેશી હાથ બનાવટનો તમંચો ૧ નંગ જેની કિંમત રૂપિયા ૧૦ હજાર,ખાલી મેગઝીન ૧ નંગ જેની કિંમત રૂપિયા ૧ હજાર,૮ એમ.એમ કેએફ જીવતા કાર્ટીઝ ૪ નંગ જેની કિંમત રૂપિયા ૪૦૦,૭.૬૫ કેએફ જીવતા કાર્ટીઝ ૫ નંગ જેની કિંમત રૂપિયા ૫૦૦,કાળા કલરની ટ્રાવેલિંગ બેગ ૧ નંગ,મોબાઈલ ૧ નંગ જેની કિંમત રૂપિયા ૫ હજાર સહિત આરોપીઓ પાસે થી રેલવે/બસ મુસાફરીની ૩ ટિકિટ મળી કુલ ૬૬,૯૦૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.