Western Times News

Gujarati News

ગોધરાના બાળકો દ્વારા પાણીના સ્ત્રોતોને પુનઃજીવિત કે બચાવવા અંગે કલેકટરને રજૂઆત

(પ્રતિનિધિ) ગોધરા, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા માર્ગદર્શિત લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિવિધ વિજ્ઞાન ને લગતા અભિગમ કેળવાય તેવી પ્રવૃતિઓ કરવામાં આવે છે.

લોક વિજ્ઞાન કેંન્દ્ર જીલ્લામાં વસતા પ્રજાજનોમાં વૈજ્ઞાનિક અભિવૃતી કેળવાય ,કુદરતી સંસાધનો સાથે અનુકુલન રાખી આપણે લુપ્ત થતી વિવિધ વનસ્પતિઓ તથા સૌન્દર્યને જાળવી શકીએ તે અંગે વિવિધ જાગૃત્તા સભર કાર્યક્રમો કરવામાં આવતા હોય છે.

ઉલ્લેખનીય છે કે ,ગોધરા શહેરમાં વિવિધ પાણીના સ્ત્રોતો આવેલા છે.આ પાણીના જળાશયો પર ઠેર ઠેર ગંદકી જાેવા મળી રહી છે.જેથી પાણીમાં વસતા જળચર જીવોનું આયુષ્ય જાેખમ ભર્યું છે.

ગોધરામાં વસતા વિવિધ વર્ગના બાળકો દ્વારા આજ રોજ કલેકટર સમ્ક્ષ મેસરી નદીને પુનઃ જીવિત કરવા તથા મેસરી નદી પર સાબરમતી નદી પર જે રીતે રીવર ફ્રન્ટ નું નિર્માણ થયું છે તે મુજબ મેસરી નદી ખાતે રીવર ફ્રન્ટ ભવિષ્યમાં નિર્માણ પામે તે મુજબ ની રજૂઆત કરવામાં આવી હતી. જાે આ પ્રકારે રીવર ફ્રન્ટ નું નિર્માણ થાય તો પીકનીક પોઈન્ટ પરથી સમગ્ર પ્રજાજનો પર્યાવરણનો આનંદ માણી શકે એમ છે.

લોક વિજ્ઞાન કેન્દ્રના કાર્યકારી પ્રમુખ ડૉ .સુજાત વલી તથા બાળકો દ્વારા પાણીના સ્ત્રોતો અંગે વિવિધ પ્રશ્નો ની રજૂઆત કરવામાં આવી હતી.જેવા કે અમો ક્યારે મેસરી નદીને ફરીથી વેહતી જાેઈ શકીશું ?સાબરમતી રીવરફ્રંટ જેવી સુંદરતા કયારે દેખી શકીશું ?રામસાગર તળાવમાંથી જળ કુમ્ભી ક્યારે દુર થશે? આવા અનેક પ્રશ્નો અંગે ગોધરાના ભાવી નાગરિકોએ રજૂઆત કરી હતી.

હાલમા સીતા સાગર અને લક્ષ્મણ સાગર તળાવ ફરતે વોકિંગ ટ્રેક છે ત્યાં અઢળક ગંદકી છે તે અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.